Gujarat Budget 2022 : જાણો પ્રથમ વખત બજેટ રજૂ કરનારા રાજયના નાણાં મંત્રી કનુ દેસાઇની રાજકીય કારકિર્દી

|

Mar 02, 2022 | 10:40 PM

ગુજરાત વિધાનસભામાં 3 માર્ચ અને ગુરુવારના રોજ રાજયના નવા  નાણામંત્રી કનુભાઈ દેસાઈ  પણ પ્રથમ બજેટ રજૂ  કરશે. ગુજરાતમાં આ વર્ષે વિધાનસભા ચુંટણી પણ યોજાવવાની છે તેવા સમયે રાજયના  68 વર્ષીય  નાણાં મંત્રી કનુભાઈ દેસાઇના પીટારામાંથી લોકોને શું મળશે તેની લોકો રાહ જોઇ રહ્યા છે.

Gujarat Budget 2022 :  જાણો  પ્રથમ વખત બજેટ રજૂ કરનારા રાજયના નાણાં મંત્રી કનુ દેસાઇની રાજકીય કારકિર્દી
Gujarat Finance Minister Kanu Desai

Follow us on

ગુજરાત વિધાનસભાનું(Gujarat Assembly)  બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થયું છે. તેમજ પ્રથમ દિવસે કોંગ્રેસના હંગામા સાથે બજેટ સત્રની શરૂઆત થઈ છે. જો કે 3 માર્ચ અને ગુરુવારના રોજ રાજયના નવા  નાણામંત્રી કનુભાઈ દેસાઈ(Kanu Desai)  પણ પ્રથમ બજેટ(Budget ) રજૂ  કરશે. સામાન્ય રીતે નાણાં મંત્રી બનેલા વલસાડના પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ અંગે લોકો ઓછા પરિચિત છે. ત્યારે આવો જાણીએ તેમની રાજકીય કારકિર્દી અંગેગુજરાતના નાણાંમંત્રી કનુ દેસાઇ દક્ષિણ ગુજરાતના વલસાડની પારડી બેઠકના ધારાસભ્ય છે. તેમજ તેમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબીનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમજ તેમને રાજયના અતિ મહત્વનું એવું નાણાં મંત્રાલય સોંપવામાં આવ્યું છે. લો પ્રોફાઇલ એવા કનુ દેસાઈએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપમાં સંગઠનમાંથી કરી હતી. ભાજપના મહામંત્રી પદથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને વર્ષ 2012માં પારડી બેઠક પરથી જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા. જયારે તેની બાદ બીજી વાર વર્ષ 2017માં પણ પારડી બેઠક પરથી  જીત મેળવી હતી.ગુજરાતમાં આ વર્ષે વિધાનસભા ચુંટણી પણ યોજાવવાની છે તેવા સમયે રાજયના  68 વર્ષીય  નાણાં મંત્રી કનુભાઈ દેસાઇના પીટારામાંથી લોકોને શું મળશે તેની લોકો  રાહ જોઇ રહ્યા છે.

કુલ 22 દિવસનું બજેટ સત્ર હશે

ગુજરાતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ  ગુરુવારે  પ્રથમ બજેટ રજૂ કરશે. વર્તમાન સત્રમાં 8 શનિવાર–રવિવારની રજાઓ સિવાય, સત્ર 18 માર્ચે હોળીની રજા સહિત 9 દિવસને બાદ કરતાં બાકીના 22 દિવસો માટે મળશે. વર્તમાન સરકાર તેના પ્રથમ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય, સશકિતકરણ અને કૃષિની ગ્રાન્ટમાં વધારો કરી શકે છે. એકંદરે જોવામાં આવે તો આગામી ચૂંટણીને ધ્યાને રાખીને સરકાર લોકો માટે કલ્યાણકારી યોજનાઓથી ભરપૂર બજેટ લાવે તેવું લાગી રહ્યું છે. સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે આવક મર્યાદા વધારવામાં આવે તેવી પણ સંભાવના છે

નવા અને સુધારાત્મક વિધેયક લાવવામાં આવે તેવી સંભાવના

સત્ર દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા કેટલાક નવા અને સુધારાત્મક વિધેયક લાવવામાં આવે તેવી સંભાવના છે જેમાં , લેન્ડ ગ્રેબિંગ સુધારા વિધેયક, નવું કૃષિ યુનીવર્સીટી બિલ, ઓન લાઇન જુગાર જેવી રમતો પર નિયંત્રણ લાદતું બિલ, મોલ સિનેમા જેવા જાહેર સ્થળોને cctvના એક્સેસની સત્તા આપતું બિલ, રખડતા પશુઓ ઉપર નિયંત્રણ માટેનું બિલ, અશાંત વિસ્તાર ધારા સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો : Kutch : ચોખા ભરેલી ટ્રકની લુંટ કરી મુદ્દામાલ વહેંચવાનો પ્લાન અંજાર પોલીસે નિષ્ફળ બનાવ્યો, ચાર શખ્સની ધરપકડ

આ પણ વાંચો : ગાંધીનગર કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓનું આંદોલન યથાવત, કાયમી કરવાની માગ

Published On - 5:00 pm, Wed, 2 March 22

Next Article