ગુજરાત વિધાનસભામાં બેઠક વ્યવસ્થા બદલાઈ, પૂર્વ સીએમ અને મંત્રીઓને મળશે પ્રથમ હરોળમાં સ્થાન

ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહને વિધાનસભામાં પાછળ નહીં પણ નવા મંત્રીઓની જોડે પ્રથમ હરોળમાં જ સ્થાન અપાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 11:11 AM

ગુજરાત(Gujarat) વિધાનસભાનું આજથી બે દિવસીય સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે હવે બેઠક વ્યવસ્થા બદલાઈ છે. વિજય રૂપાણી,(Vijay Rupani) નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહને વિધાનસભામાં પાછળ નહીં પણ નવા મંત્રીઓની જોડે પ્રથમ હરોળમાં જ સ્થાન અપાશે.ગુજરાત સરકારમાં ધરખમ ફેરફારો સાથે આખી સરકાર જ નવી બનાવવામાં આવી છે.

જ્યારે જૂની સરકાર અને સિનિયર મંત્રીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે, ખાસ કરીને વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં પૂર્વ મુખ્યપ્રધાન સહિતના સિનિયર મંત્રીઓને પાછળની હરોળમાં સ્થાન આપી અપમાનજનક સ્થિતિમાં મૂકાવું ન પડે અને તેમનું માન સન્માન જળવાય તે માટે વિધાનસભામાં નવી સરકારની પડખેની પ્રથમ હરોળમાં બેસાડવામાં આવશે.

ખાસ કરીને પૂર્વ મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને સિનિયર પ્રધાનોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. બાકીના પૂર્વ મંત્રીઓને તો પાછળની લાઈનમાં જ બેસવું પડશે.

કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ગુજરાત વિધાનસભામાં સભ્યોને બેસવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાતું હોવાથી એક પાટલી પર બેને બદલે એક જ સભ્ય બેસી શકે છે. આ કારણસર છ માસ પહેલાં માર્ચમાં મળેલાં સત્ર દરમિયાન સિનિયર ધારાસભ્યોને ગૃહની અંદર પાટલી પર બેસાડાયા હતા,

જ્યારે જુનિયર ધારાસભ્યોને વ્યૂઇંગ ગેલેરી એટલે કે પ્રેક્ષક દિર્ઘામાં બેસાડાયા હતા. આ સંજોગોમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારના દસ પ્રધાનોને વ્યૂઇંગ ગેલેરીમાં બેસવું પડ્યું હતું. હવે આ દસ ધારાસભ્યો મંત્રીમંડળના સભ્યો હોઇ ટ્રેઝરી બેંચમાં ગૃહમાં આગળની હરોળમાં ગોઠવાશે.

આ પણ વાંચો : Gujarat માં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થશે મેઘમહેર

આ પણ વાંચો : બનાસકાંઠામાં એસઓજીએ 26 લાખના ડ્રગ્સ સાથે 2 લોકોને ઝડપ્યા

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">