ગુજરાતમાં (Gujarat) કૃષિ, ખેડૂત કલ્યાણ(Farmers) અને સહકાર વિભાગ દ્વારા ગુણવત્તા નિયંત્રણ તંત્રએ ચાલુ વર્ષે ખરીફ ઋતુ(Kharif Season) પૂર્વે કુલ ૩૩ ટીમોની રચના કરી છે. જેના દ્વારા અત્યાર સુધી અંદાજિત 731.80 લાખ રૂપિયા કિંમતની 9849 ક્વિન્ટલ અને 8638 લીટર ખેત સામગ્રી અટકાવવામાં આવી છે. જેમાં ગુણવત્તા સંબંધિત જોગવાઇઓના પાલનમાં ક્ષતિ બદલ 1061 નોટીસો ફટકારી છે.કૃષિ વિભાગના ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા ચાલુ વર્ષે ખરીફ ઋતુ પૂર્વે તારીખ 26/05/22 થી તારીખ 28/5/2022 દરમિયાન 33 ટીમોની રચના કરી રાજ્ય વ્યાપી ખાસ મુહિમ હાથ ધરવામાં આવી હતી. આ ટીમો દ્વારા બિયારણ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના 3475 જેટલા ઉત્પાદકો, વિક્રેતાઓ વગેરેની સ્થળ મુલાકાત લઇ ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી. જેમાં ખેત સામગ્રી અને રાસાયણિક ખાતરની ગુણવત્તા ચકાસવા ૫૯૫ નમૂના લેવાયા હતા. અંદાજિત 731.80 લાખ રૂપિયા કિંમતની 9849 ક્વિન્ટલ અને 8638 લીટર ખેત સામગ્રી અટકાવવામાં આવી જ્યારે ગુણવત્તા સંબંધિત જોગવાઇઓના પાલનમાં ક્ષતિ બદલ 1061 નોટીસો ફટકારી છે.
જેમાં હાલમાં મહીસાગર જિલ્લામાં ખેડૂતોને અનિયમીત ભાવે અને ગુણવત્તાની દૃષ્ટીએ બાંધછોડ કરનારા વહેપારીઓ સામે ખેતીવાડી વિભાગે લાલ આંખ કરી છે. વિભાગની વિશેષ સ્ક્વોડ દ્વારા મહીસાગર જિલ્લામાં અનેક સ્થળે તપાસ કરવામાં આવી છે, જેમાં જિલ્લામાં અનેક સ્થળો પર ચકાસણી કરવામાં આવી હતી. તેમજ શંકાસ્પદ લાગતા ખાતર અને બિયારણના સેમ્પલ પણ મેળવવામાં આવ્યા હતા. વિશેષ ટીમ ત્રણ અધિકારીઓને રચવામાં આવી છે અને જે ખેડૂતોને સારી ગુણવત્તાનુ ખાતર અને બિયારણ મળી રહે અને સાથેજ યોગ્ય ભાવે મળી રહે તે બાબતનુ ધ્યાન રાખવાનો પ્રયાસ કરશે.
જેમાં ખેત ઉત્પાદન અને ઉત્પાદકતામાં બિયારણ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર જેવી ખેત સામગ્રી ઘણો મહત્વનો ફાળો ભજવે છે જેના માટે રાજ્યના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે ગુણવત્તાયુકત અને પુરતા પ્રમાણમાં બિયારણ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર મળી રહે માટે કૃષિ ખાતાના ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા ચાલુ વર્ષ દરમિયાન વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ખેડૂતોને વિવિધ કાર્યક્રમો, સમાચાર પત્રો તથા સોશિયલ મીડિયા વગેરે માધ્યમો દ્વારા અધિકૃત વિક્રેતા પાસેથી પાકા બીલ સાથે ખેત સામગ્રી અને રાસાયણિક ખાતરની ખરીદી કરવા જાગૃત કરવામાં આવે છે. આ ઉપરાંત ખેતીવાડી ખાતાના ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા સતત ખેત સામગ્રીની કાળાબજારી થાય નહી કે ખેડૂતોને હલકી ગુણવત્તાવાળી ખેત સામગ્રીનું વિતરણ ન થાય તે માટે પુરતી તકેદારી પણ રાખવામાં છે.
Published On - 8:18 pm, Sat, 4 June 22