Gujarat માં 58546 પશુઓને લમ્પી વાયરસ, 1679 પશુઓના મોત

ગુજરાતમાં લમ્પી વાયરસનો(Lumpy Virus) વ્યાપ સતત વકરી રહ્યો છે.ખાસ કરીને કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે..આ ખતરનાક વાયરસથી પશુધનને બચાવવા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે..

Gujarat માં 58546 પશુઓને લમ્પી વાયરસ, 1679 પશુઓના મોત
Gir Somnath: A heap of lumpy cattle carcasses on the state highway
Image Credit source: FIile Image
| Edited By: | Updated on: Aug 03, 2022 | 9:55 PM

ગુજરાતમાં (Gujarat) અત્યાર સુધી 20  જિલ્લામાં 58546 પશુઓમાં લમ્પી વાયરસ(Lumpy Virus) જોવા મળ્યો છે. જેમાંથી 41106 પશુઓ સ્વસ્થ થયા છે. જયારે 1676  પશુઓના મોત થયા છે. જયારે 15761 પશુઓની સારવાર અને ફોલોઅપ ચાલુ છે. ગુજરાત સરકારે આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, મહેસાણા અને વલસાડમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે. જેમાં આ રોગ 2244 ગામમાં પ્રસર્યો છે.જયારે નીરોગી પશુઓમાં ફેલાવો ના થાય તે માટે 12. 75 લાખ વધુ પશુઓના રસી આપવામાં આવી છે.  જયારે 2 0 જિલ્લામાંથી 10  જિલ્લામાં કોઇ પશુ મરણ નોંધાયેલ નથી.

કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો

રાજ્યમાં લમ્પી વાયરસનો વ્યાપ સતત વકરી રહ્યો છે.ખાસ કરીને કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે…આ ખતરનાક વાયરસથી પશુધનને બચાવવા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે…ત્યારે લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર માટે આયુર્વેદિક ઔષધીઓનો ઉપયોગ વધુ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે.કચ્છમાં આઇસોલેશન સેન્ટરમાં આયુર્વેદિક ઉકાળા અને અન્ય લેપ દ્વારા લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર કરવામાં આવી રહી છે.ચેપગ્રસ્ત પશુઓ પર ફટકડી અને લીમડાના રસાયણનો છંટકાવ કરવામાં આવે છે અને આયુર્વેદિક પદ્ધિત અપનાવીને અમૂલ્ય પશુધનને બચાવવાની કવાયત હાથ ધરી છે.

મોરબી સહકારી ડેરીમાં એક મહિનામાં દૂધની આવકમાં  27 ટકાનો ઘટાડો નોંધાયો

જે પશુપાલકોએ વર્ષોથી ગાય માતાની સેવા કરી અને ગાયમાતા આજે આંખો સામે મરી રહી છે.. અને પશુપાલકો લાચાર આંખે ગૌવંશને મરતા જોઈ રહ્યા છે… લાચારી એ હદે છેકે દૂધનું ઉત્પાદન પણ ઘટ્યું છે… સૌરાષ્ટ્ર-કચ્છની ડેરીઓમાં લમ્પીના કારણે દૂધ ઉત્પાદનની કેવી ઘટ છે તેના પર નજર કરીએ તો મોરબી સહકારી ડેરીમાં એક મહિનામાં 27 ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે કચ્છની ડેરીમાં 8થી 10 ટકાનો ઘટાડો નોંધાયો છે

જોકે મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતની ડેરીઓમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. તો લમ્પી મુદ્દે રાજ્યનું રાજકારણ પણ ગરમાયુ છે. વિરોધપક્ષે તંત્ર પર મોડે જાગ્યા હોવાનો આરોપ લગાવ્યો તો સરકારે બચાવમાં રસીકરણને મહત્વ આપવાની વાત કહી. જોકે રસીકરણ અભિયાન પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે. પશુપાલકોને જાગૃત કરવા માટે અધિકારીઓ પર પ્રયાસ કરી રહ્યા છે.

Published On - 9:53 pm, Wed, 3 August 22