Gujarat માં કોરોનાના નવા 580 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 3478એ પહોંચી

|

Jul 02, 2022 | 8:24 PM

ગુજરાતમાં 02 જુલાઇના કોરોનાના(Corona) નવા 580 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસ 3478 નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ 229 કેસ નોંધાયા છે.

Gujarat માં કોરોનાના નવા 580 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 3478એ પહોંચી
Gujarat Corona Update

Follow us on

ગુજરાત (Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત વધારો થયો છે. જેમાં 02 જુલાઇના કોરોનાના નવા 580 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસ 3478 નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ 229 કેસ નોંધાયા છે.જ્યારે સુરતમાં 87, વડોદરામાં 33, મહેસાણામાં 29, વલસાડમાં 23, ગાંધીનગરમાં 20, કચ્છમાં 19, નવસારી 19,સુરતમાં 19, ભાવનગરમાં 12, ગાંધીનગરમાં 11, જામનગરમાં 11, પાટણમાં 08, અમદાવાદ જિલ્લામાં 07, મોરબી 07, રાજકોટમાં 07, બનાસકાંઠા 06, સાબરકાંઠા 06, આણંદમાં 04, ખેડામાં 04, સુરેન્દ્રનગરમાં 04, અમરેલીમાં 03, ભરૂચમાં 03, વડોદરામાં 03, અરવલ્લીમાં 02, પોરબંદરમાં 02, ગીર-સોમનાથ 01 અને રાજકોટ જિલ્લામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98. 83 ટકા થયો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 391 દર્દીઓ સાજા થયા છે.

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા

અમદાવાદ બાદ સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઇ રહયો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે.  નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહીત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ  એક્ટિવ કરી દેવામાં આવી છે.

 

Published On - 8:22 pm, Sat, 2 July 22

Next Article