Vibrant Gujarat Global Summit 2022 : પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટમાં વધુ 16 MOU થયા, ડિફેન્સ સેક્ટર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હોટલ પ્રોજકટ સામેલ

|

Dec 27, 2021 | 7:26 PM

વિશ્વ પ્રવાસન ધામ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયા ખાતે તાજ હોટલ્સ દ્વારા હોટેલ નિર્માણના MOU પણ આ સોમવારે કરવામાં આવ્યા છે.

Vibrant Gujarat Global Summit 2022  : પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટમાં વધુ 16 MOU થયા, ડિફેન્સ સેક્ટર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હોટલ પ્રોજકટ સામેલ
Gujarat Pre Vibrant MOU Sign

Follow us on

Vibrant Gujarat Global Summit 2022 : વાયબ્રન્ટ સમિટની આગામી 10 એડીશનના પૂર્વાધરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) દિશાદર્શનમાં રાજ્યના ઉદ્યોગ વિભાગે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટેના MOU કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. આ સોમવારે  પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ (Pre Vibrant Event) અન્વયે 16 MOUs સંપન્ન થયા હતા.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ આ MOU સંબંધિત સૂચિત રોકાણકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા.આ સૂચિત રોકાણો માટેના જે MOU થયા છે તેમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, વેસ્ટ-ટુ ઓઇલ પ્લાન્ટ ઉપરાંત પર્યાવરણ જાળવણીના નવતર અભિગમ સાથે વાયુ પ્રદૂષણ નિયંત્રીત કરવા અને વાયરસ, બેકટેરિયાના નિષ્ક્રિયકરણ માટે પેટન્ટેડ ઉપરકરણોના ઇન્સ્ટોલેશનના MOU મુખ્યત્વે રહ્યા છે

વિશ્વ પ્રવાસન ધામ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયા ખાતે તાજ હોટલ્સ દ્વારા હોટેલ નિર્માણના MOU પણ આ સોમવારે કરવામાં આવ્યા છે. આ હોટેલ પ્રોજેક્ટ વનબંધુ વિસ્તારના આદિજાતિ યુવાઓ માટે મોટા પાયે રોજગાર અવસર સર્જન કરશે. એટલું જ નહિ, સ્થાનિક સ્તરે સ્વરોજગારી પણ વિવિધ ગૃહ-હસ્તકલા ઉદ્યોગથી મળશે

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સોમવાર તા.ર૭મી ડિસેમ્બરે સંપન્ન થયેલી પ્રિ-વાયબ્રન્ટ MOUનીમાં આ ઉપરાંત 70 મેગાવોટના હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, જંતુનાશક ફોર્મ્યુલેશન પ્લાન્ટ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ તેમજ રડારની સાધન-સમગ્રી ડિફેન્સના થર્મલ કેમેરા તેમજ ડિફેન્સની એસસરીઝ ઉત્પાદન સહિતના વિવિધ સૂચિત પ્રોજેકટ્સ માટે MOU થયા હતા.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે MOUની દર સપ્તાહના પ્રથમ દિવસે યોજાતી શૃંખલામાં અત્યાર સુધી ચાર કડીમાં 80  MOU થયા છે. આ સોમવારે યોજાયેલી પાંચમી કડીમાં વધુ 16 MOU મળી સમગ્રતયા 96  જેટલા MOU પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે સંપન્ન થઇ ગયા છે. MOU એક્સચેન્જની આ પાંચમી કડીમાં રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ તથા MOU કરનારા ઉદ્યોગકારો, રોકાણકારો સહભાગી થયા હતા.

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ તથા સફળતાને વિશ્વમાં ઉજાગર કરનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ જાન્યુઆરી 2022 માં તારીખ 10 થી 12 દરમ્યાન યોજાવાનું છે. પીએમ મોદીના દ્રષ્ટિવંત આયોજનમાં 2003થી શરૂ થયેલી આ વાયબ્રન્ટ સમિટે ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કર્યુ છે.

આ પણ વાંચો : SURAT : રાજકીય મેળાવડાની ભીડ નેતાઓને પડી ભારે, ભાજપના 3 નેતાઓ કોરોના સંક્રમિત થયા

આ પણ વાંચો : સુરત કોર્પોરેશનની સામાન્ય સભા પૂર્વે વિપક્ષે પેપરલીક કાંડ મુદ્દે હંગામો મચાવ્યો

Published On - 7:22 pm, Mon, 27 December 21

Next Article