ગુજરાતમાં(Gujarat) ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સરકારમાં માર્ગ અને મકાન(Road And Building) મંત્રી પૂર્ણેશ મોદીના(Purnesh Modi) હસ્તે તા. 23 ડિસેમ્બરે વડોદરા ખાતે રૂપિયા.14.09 કરોડના ખર્ચે તૈયાર થનાર દુના જંક્શન અંડરપાસ અને ફ્લાય ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરાશે. જ્યારે સુરત ખાતે રૂપિયા 26.76 કરોડના ખર્ચે ઉભેંળ જંક્શન ફ્લાયઓવર, એપ્રોચ રોડ તેમજ ડ્રેનેજનું વરસાદી ગટરની કામગીરીનું ખાતમુહૂર્ત કરાશે.
નવસારી જિલ્લાના ચિખલી ખાતે કુલ રૂપિયા.7.7 કરોડના ખર્ચે ખુડવેલમાં બે માર્ગોનું લોકાર્પણ તેમજ સ્લેબ ડ્રેઇનનું ખાતમુહૂર્ત કરાશે. જ્યારે ડાંગ જિલ્લાના વધઇ તાલુકામાં રૂપિયા 3.5 કરોડના ખર્ચે માછળી બ્રિજનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 1.98 કરોડના ખર્ચે ધવલી દોડ રસ્તાનું લોકાર્પણ કરાશે.
આ ઉપરાંત તા.24 ડિસેમ્બરના રોજ રૂપિયા 1.68 કરોડના ખર્ચે ઓલપાડ-ડભારી રસ્તાનું ખાતમુહૂર્ત, રૂપિયા 3.13 કરોડના ખર્ચે ચોયાર્સી તાલુકામાં વાઝ ખાતે ચાર રસ્તાનું ખાતમુહૂર્ત, સચિન ખાતે રેસ્ટ હાઉસનું લોકાર્પણ, રૂપિયા 1.75 કરોડના ખર્ચે બારડોલી તાલુકાના અલ્લુ ખાતે ચાર રસ્તાનું ખાતમુહૂર્ત જ્યારે રૂપિયા 2 કરોડના ખર્ચે માંડવી ઝાબ પાટિયા રસ્તાનું ખાતમુહૂર્ત એમ બે દિવસમાં કુલ રૂપિયા 62.59 કરોડના ખર્ચે 11 જેટલા વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે.
ગુજરાતમાં વડોદરા, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં વિવિધ વિકાસ કામોનું મંત્રી, સાંસદ,ધારાસભ્યોઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
આ પ્રસંગે કાર્યક્રમના વિવિધ સ્થળોએ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, મંત્રી કનુભાઈ દેસાઈ, મંત્રી નરેશભાઈ પટેલ, મંત્રી મુકેશભાઈ પટેલ, મંત્રી જીતુભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, મધુભાઈ વાસ્તવ, વી ડી ઝાલાવાડીયા, ઝંખનાબેન પટેલ, વિજયભાઈ પટેલ તેમજ સાંસદ ડૉ. કે સી પટેલ, પ્રભુભાઈ વસાવા,રંજનબેન ભટ્ટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો: અમદાવાદ જીલ્લામાં ભારે વરસાદથી થયેલ પાક નુકશાન અંગે ખેડુતો 24 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે
આ પણ વાંચો: KUTCH : દુધઈ ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામો બાદ એવું તો શું બન્યું કે પોલીસ દોડતી થઇ, કોણ છે આ દેશના ગદ્દારો ?