GSRTCને દિવાળી ફળી : વધારાની બસોથી ST વિભાગને અધધ 6.77 કરોડની આવક થઈ

|

Nov 09, 2021 | 6:48 AM

30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી એસટીના એક્સ્ટ્રા સંચાલનમાં 10,220 ટ્રીપમાં 4,97,321 મુસાફરોએ મુસાફરી કરતા એસટીને 6.77 કરોડની અધધ આવક થઈ છે.

GANDHINAGAR : આ વખતની દિવાળી એસટી નિગમ ( GSRTC) માટે ખૂબ જ સારી રહી. એસટી વિભાગે તહેવારના દિવસોમાં એક્સ્ટ્રા બસો દોડાવી.. જેના થકી એસટી વિભાગને મોટી આવક થઈ છે.. આંકડાઓની વાત કરીએ તો 6 નવેમ્બરે 89.376 લોકોએ ઓનલાઇન બુકીંગ કરતા 1.68 કરોડની આવક થઈ.તો 7 નવેમ્બરે 90,526 મુસાફરોએ ઓનલાઇન બુકીંગ કરતા એસટી વિભાગને 1.69 કરોડ આવક થઈ.. સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ફાળવેલ એક્સ્ટ્રા 60 વાહનોની 1515 ટ્રીપ થકી 66,691 મુસાફરોએ મુસાફરી કરી.જેના થકી એસટીને 13.34 લાખ આવક થઈ.

30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી એસટીના એક્સ્ટ્રા સંચાલનમાં 10,220 ટ્રીપમાં 4,97,321 મુસાફરોએ મુસાફરી કરતા એસટીને 6.77 કરોડની અધધ આવક થઈ છે.. આ તરફ 9થી 14 નવેમ્બર પણ વધુ એકસ્ટ્રા વાહનોનું સંચાલન નક્કી કરવામાં આવ્યું છે.

દિવાળીમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગે લોકોને મુસાફરીમાં તકલીફ ન થાય તે માટે વધારાની એસટી બસો દોડાવાનું નક્કી કર્યું હતું. એસટી નિગમે આ વર્ષે પણ તહેવારને ધ્યાને રાખીને 1200 વધુ બસો દોડાવવાનું નક્કી કર્યું હતું. જેમાં સૌથી વધુ સુરત વિભાગની 1200 જયારે અમદાવાદ વિભાગની દૈનિક 150 બસો વધારાની દોડાવવામાં આવી. જેની શરૂઆત 29 ઓક્ટોબરથી થઇ. એસટી વિભાગના જણાવ્યા પ્રમાણે ખાનગી બસ સંચાલકો તહેવારોના સમયમાં ભાડા ડબલ કરી દેતા હોય છે. તેવા સમયે પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટે તમામ વિભાગોને વધારાની બસો સિવાય જરૂર પડે પ્રવાસીઓની માગને જોતા બસની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો : Surat: જ્યારે રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષે પૂછ્યું કે “છઠ પૂજા મેં ઘર જાયે કે બા નુ?

આ પણ વાંચો : હવે માત્ર બે મિનિટ બ્રેઇન સ્કેન કરી જાણી શકાશે તેની સ્થિતિ, સંશોધક દંપતીનો દાવો

Next Video