
ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે ખેડૂતોને જાણકારી હોય છે અને તેનો લાભ લેતા હોય છે, તો કેટલીક યોજના અંગે ખેડૂતોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને ખેડૂતો માટેની અમલી ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંગે વિગતો જણાવીશુ. આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું. જેના વડે તમે ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનાનો લાભ મેળવી શકો છો.
સરકાર દ્વારા રજૂ કરાયેલ ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનાનો હેતુ ખેડૂત, ખાતેદાર ખેડૂતના સંતાન પછી તે પુત્ર હોય કે પુત્રી તેમજ ખાતેદાર ખેડૂતની પત્ની કે પતિનુ અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારોને આર્થિક સહાય કરવાનો ઉદ્દેશ છે.
વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનારા બધા જ ખેડૂત ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના સંતાનો, તેમજ ખાતેદાર ખેડૂત કે જેમના અવસાન કે કાયમી અપંગતાના કિસ્સામાં તેમની ઉમર 5 થી લઈને 70 વર્ષની હોય તેમને આ યોજનાનો લાભ મળી શકે છે.
અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં 100 ટકા લેખે રૂપિયા 2 લાખ, અકસ્માતને કારણે બે આંખ, હાથ- પગ અને એક અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં 100 ટકા લેખે રૂપિયા 2 લાખ (આંખના કિસ્સામાં 100 ટકા દ્રષ્ટિ જવી, હાથના કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ અને પગના કિસ્સામાં ધૂંટણ ઉપરથી અપંગતા). અકસ્માતને કારણે એક આંખ કે એક અંગ (હાથ-પગ) ગુમાવવાના કિસ્સામાં 50 ટકા લેખે રૂપિયા એક લાખની સહાય.
અકસ્માતે મૃત્યુના થવાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતના વારસદારે અને અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમૂનામાં પુરાવા સાથે અરજી કરવાની રહે છે. અરજી મૃત્યુના કિસ્સામાં 150 દિવસની અંદર સંબધિત જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા તો જિલ્લા પંચાયતમાં કરવાની રહે છે.