યુક્રેનથી દિલ્હી પરત ફર્યા 100 વિદ્યાર્થીઓ, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસી પણ શરૂ

|

Feb 26, 2022 | 8:11 AM

શનિવારે  ભારત પહોંચનારા આ વિદ્યાર્થીઓને ગુજરાતમાં પરત લાવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. દિલ્હી આવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર તેમજ મુંબઈ આવતા વિદ્યાર્થીઓ માટે રાજ્યના જીયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

યુક્રેનથી દિલ્હી પરત ફર્યા 100 વિદ્યાર્થીઓ, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસી પણ શરૂ
Student Return From Ukraine At Delhi Airport (File Image)

Follow us on

Russia Ukraine War : યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય યુવા વિદ્યાર્થીઓમાં(Student)  ગુજરાતના 100 જેટલા યુવાન વિદ્યાર્થીઓને ખાસ વિમાન દ્વારા હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા કરવા બદલ ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupenra Patel)  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આ ઉપરાંત શનિવારે  ભારત પહોંચનારા આ વિદ્યાર્થીઓને ગુજરાતમાં પરત લાવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. દિલ્હી આવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર તેમજ મુંબઈ આવતા વિદ્યાર્થીઓ માટે રાજ્યના જીયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

આ દરમ્યાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસી હવે શરૂ થઇ ગઇ છે. રોમાનિયાના રસ્તે થઇને તમામને દેશમાં પરત લાવવામાં આવશે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે હવે પશ્ચિમ યુક્રેનના લ્વીવ અને ચેર્નિવત્સીમાં ફરીથી વિદેશ મંત્રાલયના કેમ્પ સક્રિય થયા છે. એક તસવીર પણ સામે આવી છે જેમાં 25થી 30 ભારતીય વિદ્યાર્થીઓ તેમના વતન પરત ફરવા પર ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. જો કે, ગઈકાલે જ વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે તમામને પોલેન્ડ અને હંગેરી મારફતે બહાર કાઢવામાં આવશે ત્યારે જ ભારતીય વિદ્યાર્થીઓના પરત આવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.

એવું કહેવામાં આવ્યું છે કે લગભગ 20 હજાર ભારતીયો હજુ પણ યૂક્રેનમાં ફસાયેલા છે. આ યાદીમાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેઓ ત્યાં અભ્યાસ કરવા ગયા હતા. કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં મેડિકલ વિદ્યાર્થીઓને બંકરોમાં છુપાઈ જવાની ફરજ પડી છે. આ કારણોસર હવે ભારત સરકાર દ્વારા બચાવ અભિયાનને વધુ તેજ કરવામાં આવી રહ્યું છે.

યુક્રેનમાં ભારતીય દૂતાવાસ અનુસાર, હાલમાં યુક્રેનના વિવિધ ભાગોમાં લગભગ 15,000 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. જેમ જેમ તણાવ વધતો ગયો અને રશિયન આક્રમણનો ખતરો વધુ વાસ્તવિક બન્યો, ત્યારે દૂતાવાસે એક ઓનલાઈન ફોર્મ પ્રસારિત કર્યું. જે અંતર્ગત યુક્રેનમાં હાજર તમામ ભારતીયોને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ, જાણો અત્યાર સુધી કયા દેશોએ રશિયા પર લગાવ્યા છે પ્રતિબંધ

આ પણ વાંચો : Russia Ukraine Crisis: યુક્રેનની ગંભીર પરિસ્થિતિને પગલે ભારતીયો ચિંતિત, આ રાજ્ય સરકારોએ કેન્દ્રને કરી અપીલ

 

Published On - 10:58 pm, Fri, 25 February 22

Next Article