GOOD NEWS : રાજ્ય સરકારનો કર્મચારીઓ-પેન્શનરોને મોંઘવારી ભથ્થાનું બાકી એરિયર્સ ચૂકવવાનો નિર્ણય

|

Jul 30, 2021 | 6:04 PM

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારના 09 લાખ 61 હજારથી વધુ અધિકારીઓ,કર્મચારીઓ અને પેન્શનરોને તા. 01.07.2019 થી 5% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો.

GOOD NEWS : રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર છે. રાજ્ય સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાનું બાકી એરિયર્સ ચૂકવવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણયનો લાભ રાજ્ય સરકારના 9.61 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. એટલે કે કર્મચારીઓ અને પેન્શનરોને બાકી એરિયર્સનો લાભ અપાશે. જેમાં 5.11 લાખ કર્મચારીઓ અને 4.50 લાખ પેન્શનરોને બાકી એરિયર્સ ચૂકવાશે. તો આ નિર્ણય દ્વારા રાજ્ય સરકારને 464 કરોડનો વધારાનો ખર્ચ થશે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારે 5 ટકા મોંઘવારી ભથ્થાની જાહેરાત કર્યા બાદ ઓક્ટોબર-2019 થી ડિસેમ્બર-2019 સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની ચૂકવણી બાકી હતી.જે હવે ઓગસ્ટના પગારમાં ચૂકવાશે.

 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના 09 લાખ 61 હજારથી વધુ અધિકારીઓ,કર્મચારીઓ અને પેન્શનરોને તા. 01.07.2019 થી 5% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020 થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવશે.

તા.01.07.2019 થી તા.31.12.2019 સુધી એમ કુલ-6 માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. તે પૈકી જૂલાઈ-2019થી સપ્ટેમ્બર-2019ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી. અને બૈકી રહેતા ઓક્ટોબર-2019 થી ડિસેમ્બર-2019 સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયર્સની ચુકવણી બાકી હતી. તે એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવવાનો નિર્ણય કર્યો છે.

શ્રી પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી,કર્મચારીઓ,પેન્શનરો રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સાતમાં પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ,કર્મચારીઓ, પેન્શનરોને ઓક્ટોબર-2019 થી ડિસેમ્બર-2019 સુધી એમ ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવાશે. આ ચૂકવણાના કારણે રાજ્ય સરકારને અંદાજે કુલ-464 કરોડનું વધારાનું ભારણ થશે. રાજ્ય સરકારના કુલ-5,11,129 જેટલા કર્મચારીઓ તથા 4,50,509 જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.

 

આ પણ વાંચો : GUJARAT : આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી, ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે

આ પણ વાંચો : Gujarat Top News: રાજ્યમાં શિક્ષણ, કોરોના કે BJPની જન આશીર્વાદ યોજનાને લગતા મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં

 

Published On - 5:54 pm, Fri, 30 July 21

Next Video