Gujarat Top News: રાજ્યમાં શિક્ષણ, કોરોના કે BJPની જન આશીર્વાદ યોજનાને લગતા મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં

રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે, સુરતમાં કોરોનાનો નવો વેરિયન્ટ જાણવા માટે દર્દીઓના જિનોમ સિકવન્સીંગ કરાશે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2 ઓગસ્ટથી તમામ વોર્ડમાં સીરો સર્વે હાથ ધરાશે, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં શિક્ષણ, કોરોના કે BJPની જન આશીર્વાદ યોજનાને લગતા મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં
Gujarat Brief News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 6:00 PM

1. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 31 જુલાઈએ થશે જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે કે, ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 30જુલાઈએ જાહેર કરવામાં આવશે. ધોરણ 12ના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર આવતીકાલે 31-07-2021ના રોજ સવારના 8:00 કલાકે જાહેર કરવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat Board Class 12 Result : સામાન્ય પ્રવાહનું શનિવારે પરિણામ, સવારે 8 કલાકે થશે જાહેર, શાળાઓ ઓનલાઈન પરિણામ જોઇ શકશે.

2.રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સરકારે નિયમો હળવા કર્યા

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સરકારે નિયમો હળવા કર્યા છે. રાજ્યમાં હવે જીમ, વોટરપાર્ક, સ્વીમિંગ પુલ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જ્યારે પબ્લિક તથા પ્રાઈવેટ નોન એ.સી. બસો 100 ટકા ક્ષમતા ચાલુ રહેશે, તેમજ પબ્લિક તથા પ્રાઈવેટ એ.સી. બસો 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gandhinagar : રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સરકારે નિયમો હળવા કર્યા, જાણો શું છે નવા નિયમો

3. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 8ની સામાયિક કસોટીમાં ફેરફાર કરાયો

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 8ની સામાયિક કસોટીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધોરણ 3થી 5ની ગણિત અને પર્યાવરણ, ધોરણ 6થી 8માં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની સામાયિક કસોટી યોજાવાની હતી.

પરંતુ રાજ્યની શાળાઓમાં સામાજિક વિજ્ઞાનના પુસ્તકો ન પહોંચતા ધોરણ 6થી 8ની સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી મોકૂફ રખાઈ છે. આ સિવાય બાકીના વિષયોની કસોટી લેવામાં આવશે. રાજ્યની લગભગ 30 હજાર શાળાઓમાં ધોરણ 6થી ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી મોકૂફ રખાઈ છે.

આ સમાચાર વિગતવાર વાંચો: GANDHINAGAR : શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 8 ની સામાયિક કસોટીમાં ફેરફાર કરાયો

4. કોરોનાના નવા વેરિએન્ટ જાણવા માટે સુરતમાં કોરોનાના તમામ દર્દીઓના જિનોમ સિકવન્સીંગ કરાશે

કોરોના વાયરસના વેરિએન્ટને ઓળખી શકાય તે માટે સુરતમાં જિનોમ સિકવન્સીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં મનપા દ્વારા રોજના 8 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને માત્ર સાત કે આઠ જ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે હાલ કોરોના સંક્રમિત તમામ દર્દીઓના સેમ્પલ જિનોમ સિકવન્સીંગ માટે પણ મોકલવામાં આવી રહ્યા છે.

આ સામાચાર વિગતવાર વાંચો: Surat : કોરોનાના નવા વેરિએન્ટ જાણવા માટે, કોરોનાના તમામ દર્દીઓના હવે જિનોમ સિકવન્સીંગ કરાશે

5. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં પડ્યો વરસાદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યા બાદ હવે મેઘરાજાની સવારી ધીમી પડી છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 145 તાલુકામાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના દાંતામાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 35.24 ટકા વરસાદ પડ્યો છે  તો દક્ષિણ ગુજરાતમાં 38.55 ટકા વરસાદ પડ્યો છે.

આ સામાચાર વિગતવાર વાંચો: GUJARAT : રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં પડ્યો વરસાદ

6.જનસંપર્ક માટે કેન્દ્ર સ્તરેથી BJPની જન આશીર્વાદ યોજના, ગુજરાતના પાંચ કેન્દ્રીય મંત્રીઓ રાજ્યમાં કરશે પ્રવાસ

ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરેથી જનસંપર્ક માટે જન આશીર્વાદ યોજના બનાવાઈ છે. આ યોજના હેઠળ ગુજરાતના કેન્દ્રીય મંત્રી ગુજરાત પ્રવાસે આવશે. કેન્દ્રીય કેબિનેટ વિસ્તરણમાં ગુજરાતમાંથી 5 સાંસદોને આગવું સ્થાન મળ્યું છે. 15 ઓગસ્ટ બાદ તમામ આ મંત્રીઓ ગુજરાત પ્રવાસ કરશે અને જન આર્શીવાદ યાત્રામાં સામેલ થશે. 16 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ જન આર્શીવાદ યાત્રા કરશે.

આ સામાચાર વિગતવાર વાંચો: GANDHINAGAR : જનસંપર્ક માટે કેન્દ્રસ્તરેથી BJPની જન આશીર્વાદ યોજના, ગુજરાતના પાંચ કેન્દ્રીય મંત્રીઓ રાજ્યમાં કરશે પ્રવાસ

7. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2 ઓગસ્ટથી તમામ વોર્ડમાં સીરો સર્વે હાથ ધરાશે

કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે રાજકોટ મનપા દ્વારા સીરો સર્વે હાથ ધરવામાં આવશે. 2 ઓગસ્ટથી 20 જેટલી આરોગ્ય શાખાની ટીમો દ્વારા સીરો સર્વે હાથ ધરવામાં આવશે. આ ટીમ 18 વોર્ડમાં સર્વે કરશે અને એક ટીમ 36 જેટલા લોકોના બ્લડ સેમ્પલ લેશે. સીરો સર્વેથી શહેરમાં હર્ડ ઈમ્યુનિટી કેટલી છે તે અંગેનો ખ્યાલ આવશે.

આ સામાચાર વિગતવાર વાંચો: Rajkot મહાનગરપાલિકા 2 ઓગસ્ટથી તમામ વોર્ડમાં સીરો સર્વે હાથ ધરશે, હર્ડ ઇમ્યુનિટી અંગે માહિતી મેળવશે

8.અમદાવાદ ટ્રાફિક પોલીસ બની હાઈટેક, હવે નિયમ ભંગ કરનારા વાહન ચાલક પાસેથી ઓનલાઈન વસુલાશે દંડ

અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે હાઈટેક બની છે. હવે નિયમભંગ કરનાર વાહનચાલકો પાસેથી ટ્રાફિક પોલીસ POS મશીન, QR કોડ, ભીમ એપથી વાહન ચાલકોને દંડ ભરવાનો રહેશે. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરના હસ્તે શુકવારથી અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમના ભંગ માટે ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. હાલ 150 POS મશીન પોલીસ કમિશનરના હસ્તે ટ્રાફિક પોલીસકર્મીઓને આપવામાં આવ્યા છે.

આ સામાચાર વિગતવાર વાંચો: Ahmedabad : ટ્રાફિક પોલીસ બની હાઇટેક, હવે નિયમ ભંગ કરનારા વાહન ચાલક પાસેથી ઓનલાઈન વસુલાશે દંડ

9. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓના વેક્સિનેશનની મુદત 15 દિવસ વધારવા માટે કરી રજુઆત

રાજ્યભરના વેપાર ધંધા ધરાવતા વેપારીઓએ 31 જુલાઈ સુધીમાં વેક્સિન લેવી ફરજીયાત છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણય સામે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે અસંમતિ દર્શાવી હતી. હાલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ નિર્ણયને 15 દિવસ સુધી મોકૂફ રાખવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજુઆત કરવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓના વેક્સિનેશનની મુદત 15 દિવસ વધારવા માટે રજુઆત કરવામાં આવી

10.સતત ચોથા દિવસે ગિરનાર રોપ-વે બંધ, પ્રવાસીઓમાં નારાજગી

ગીરનાર પર્વત પર ભારે પવનને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરનાર રોપવે સતત ચોથા દિવસે બંધ રાખવામાં આવ્યો છે. ગીરનાર પર્વત પર પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરીથી શરૂ કરવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો: JUNAGADH : સતત ચોથા દિવસે ગિરનાર રોપ-વે બંધ, પ્રવાસીઓમાં નારાજગી

આ પણ વાંચો: GOOD NEWS : રાજ્ય સરકારનો કર્મચારીઓ-પેન્શનરોને મોંઘવારી ભથ્થાનું બાકી એરિયર્સ ચૂકવવાનો નિર્ણય

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">