Gandhingar માં વાતાવરણ પલટાયું, વરસાદ પડતા ઠંડક પ્રસરી

|

Sep 01, 2021 | 4:52 PM

પાટનગર ગાંધીનગરમાં લાંબા સમય બાદ આવેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ લોકોએ પણ રાહત અનુભવી છે.

ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે બપોર બાદ ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. તેમજ તેની બાદ વરસાદ પણ શરૂ થયો છે. પાટનગર ગાંધીનગરમાં લાંબા સમય બાદ આવેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ લોકોએ પણ રાહત અનુભવી છે.

આ ઉપરાંત સ્કાયમેટે ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતથી લઇ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. તેમજ આગાહી મુજબ 3 સપ્ટેમ્બરથી ઘટશે વરસાદનું જોર ઘટશે અને 9 અને 10 સપ્ટેમ્બરે ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા સારો વરસાદ પડી શકે છે. હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એક્ટિવ થતાં સારો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં રાજ્યના કુલ 120 તાલુકામાં સવારથી વરસાદ વરસ્યો છે.
સૌથી વધુ માળિયા અને તલાલા અને માંગરોળમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉનામાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ
ગીરગઢડામાં 4 ઈંચ વરસાદ વરસ્યો પડ્યો છે. આ ઉપરાંત 41 તાલુકાઓમાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત હવામાન વિભાગે પણ આગામી બે દિવસમાં  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી  છે. જેમાં આજે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતના 16 જિલ્લા કોરોનામૂક્ત થયા, કુલ 150 એક્ટીવ કેસ 17 જિલ્લામાં, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

આ  પણ વાંચો : Gandhinagar : પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહના બંગલાને લઈ વિવાદ, બંગલાના વેચાણના સોદામાં પુત્રીએ માગ્યો હક

Published On - 4:49 pm, Wed, 1 September 21

Next Video