ગાંધીનગરને ગુરવાર સુધી મળશે નવા મેયર અને ડેપ્યુટી મેયર ,આ નામો છે ચર્ચામાં

|

Oct 16, 2021 | 12:27 PM

ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા ગુરૂવારે મળશે. જેમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાની જાહેરાત થશે.

ગાંધીનગરને(Gandhinagar)આગામી ગુરૂવારે નવા મેયર(Mayor)મળી શકે છે. ગાંધીનગર  કોર્પોરેશનની(Gandhinagar Corporation)ચૂંટણી જીત્યા બાદ ભાજપે હજુ સુધી મેયર, ડેપ્યુટી મેયર સહિતના નામો જાહેર નથી કર્યા. જો કે મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા ગુરૂવારે મળશે. જેમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાની જાહેરાત થશે.

આ સામાન્ય સભા પહેલા ભાજપની કોર કમિટીની બેઠક મળશે. જેમાં મેયર સહિતના નામો પર મહોર  લગાવવામાં આવશે .ગાંધીનગરમાં મેયર પદ અનામત હોવાથી હિતેશ મકવાણા, ભરત દિક્ષીતનું નામ ચર્ચામાં છે. જ્યારે ડેપ્યુટી મેયરના પદ પર મહિલા કોર્પોરેટરને સ્થાન મળી શકે છે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ યોજાયેલી ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાં 41 બેઠક પર ભાજપે જીત મેળવી છે. જયારે કોંગ્રેસને 2 અને આપ પક્ષને 1 બેઠક મળી છે.

ભાજપે ઇતિહાસ રચ્યો છે. 10 વર્ષમાં પહેલીવાર ભાજપે બહુમતી મેળવી છે. મોટાભાગના વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતી છે. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાની આ છેલ્લી ચૂંટણી છે. અને સરકારમાં નેતાગીરી બદલાયા બાદની પહેલી ચૂંટણી છે. ભાજપ માટે ગાંધીનગર જીતવું અતિ મહત્વપૂર્ણ હતું.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો  હતો. કમલમ ખાતે ભાજપે જીતનો જશ્ન મનાવ્યો હતો.  સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ કમલમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એકબીજાનું મોઢું મીઠુ કરાવીને જીતની ઉજવણી કરી. આ સમયે કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો : અવી બારોટના નિધનથી ગુજરાતે એક ઉમદા યુવા ક્રિકેટર ગુમાવ્યો, ક્રિકેટ જગતમાં શોક

આ પણ વાંચો : ગીરસોમનાથ માં ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવે બિસ્માર ,લોકો પરેશાન

Published On - 12:26 pm, Sat, 16 October 21

Next Video