ગીરસોમનાથ માં ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવે બિસ્માર ,લોકો પરેશાન

ગીર સોમનાથ સ્ટેટ હાઇવેની ખસ્તા હાલત જોતા વાહનચાલકો ભ્રષ્ટાચાર મુક્ત તંત્ર અને મજબૂત રસ્તાઓની માગ કરી રહ્યા છે..

ગીરસોમનાથ જીલ્લામાં ભારે અને સતત વરસાદના કારણે સ્ટેટ હાઈવે અતિ બીસ્માર બન્યા છે. રસ્તાની હાલતને લઈને વાહનચાલકો પરેશાન છે. રસ્તાની ખસ્તા હાલત જોતા વાહનચાલકો ભ્રષ્ટાચાર મુક્ત તંત્ર અને મજબૂત રસ્તાઓની માગ કરી રહ્યા છે.

આ દરમ્યાન રાજ્યના વાહન-વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી એ કહ્યું હતું કે રાજ્યમાં હાલ ચોમાસા દરમિયાન તૂટેલા રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે.. જ્યાં જ્યાં લોકોએ ફરિયાદ કરી છે ત્યાં સમારકામ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં જન સુખાકારી વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના શહેરી વિસ્તારના ધારાસભ્યોને શહેરી ક્ષેત્રોમાં માર્ગ મરામત-માર્ગ વિકાસના કામો માટે ૨૦૨૧-૨૨ ના વર્ષમાં ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના શહેરી મત વિસ્તાર ધરાવતા આવા ૩૫ ધારાસભ્યો-જન પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપ આજથી શરૂ કરશે પ્રશિક્ષણ વર્ગ, સરકાર અને સંગઠનમાં તાલમેલ વધારવા પ્રયાસ

આ પણ વાંચો : મહીસાગરના શહેરાના લાંચિયા અધિકારીઓના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Click on your DTH Provider to Add TV9 Gujarati