Gandhinagar : મહાત્મા મંદિરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતગર્ત મેગા -શોનું આયોજન, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રદર્શનને ખુલ્લું મૂકશે

|

Jun 08, 2022 | 5:14 PM

ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશનનાં મેનેજીગ ડીરેક્ટર અમિતાભ બેનર્જીએ ગાંધીનગરના મહાત્મા મંદિર(Mahatma Mandir) ખાતે આયોજીત થઇ રહેલાં પ્રદર્શન અને વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઇ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના 'જન ઉત્સવ માં સામેલ થવા સૌને અનુરોધ કર્યો હતો

Gandhinagar : મહાત્મા મંદિરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતગર્ત  મેગા -શોનું આયોજન, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રદર્શનને ખુલ્લું મૂકશે
FM Nirmala Sitharaman

Follow us on

ગુજરાતમાં ગાંધીનગરના મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે આઝાદીના અમૃત મહોત્સવના(Azadi Ka Amrit Mahotsav)  ઉજવણીના ભાગરુપે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ (DPE) 9 થી 12 મી 31, 2022 દરમિયાન વિવિધ કાર્યકમોનું આયોજન કરી રહ્યું છે, જેમાં મુખ્ય કાર્યક્રમોમાં રાષ્ટ્ર નિર્માણ અને CSE પરનું ભવ્ય પ્રદર્શન છે. આ પ્રદર્શન આત્મનિર્ભર રાષ્ટ્ર, CPSES ચોગદાનને પ્રદર્શિત કરશે. આ પ્રદર્શનનું ઉદઘાટન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)  અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે. જ્યારે 10 થી 12 જૂન સુધી આ પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવશે. નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસના સંયુક્ત સચિવ સંજય કુમાર અને ગાંધીનગરમાં પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો અમદાવાદ દ્વારા આયોજીત પત્રકાર પરિષદને સંબોધતા આ માહિતી આપી હતી.

મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને CSR જેવા મુદ્દાઓ પર શ્રેણીબદ્ધ વર્કશોપ

આ અંગે સંજય કુમાર જૈને જણાવ્યું કે નાણાં મંત્રાલયના 6 થી 12 જૂન સુધીની આઇકોનીક સપ્તાહની ઉજવણીના ભાગરુપે ચાઇ રહેલ આ પ્રદર્શનની સાથે આત્મનિર્ભર ભારત માટે CPSEની ભૂમિકા પર ચર્ચા કરવા માટે CEO-ગોળમેજીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 30 થી વધુ CPSE ના CMD 19મી જૂનના રોજ યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને CSR જેવા મુદ્દાઓ પર શ્રેણીબદ્ધ વર્કશોપ, CPSEની વાર્ષિક મૂલ્યાંકન પ્રણાલી, સૂક્ષ્મ અને નાના સાહસો (MSEs) પાસેથી પ્રાપ્તિ, સરકારી ઇ માર્કેટપ્લેસ પર ચર્ચા જેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યાં છે. વર્કશોપનો ઉદ્દેશ્ય તમામ હિતધારકોને એક મંચ પર લાવવાનો અને ભવિષ્યમાં અનુભવની વહેંચણી અને વ્યૂહરચના ધડવાનો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઉત્પાદન એકમો વગેરેમાં 75,000 રોપાઓ વાવવામાં આવશે

પત્રકાર પરિષદમાં ઉપસ્થિત AKAM સમિતિના અધ્યક્ષ અને ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશનનાં મેનેજીગ ડીરેક્ટર અમિતાભ બેનર્જીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજીત થઇ રહેલાં પ્રદર્શન અને વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઇ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ‘જન ઉત્સવ માં સામેલ થવા સૌને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમો વિશે વધુ જાણકારી આપતા બેનર્જીએ જણાવ્યું કે આ સપ્તાહ દરમ્યાન પ્લાન્ટેશન ડ્રાઈવ હાથ ધરાશે જેમાં તેમની ઓફિસ, ટાઉનશીપ, ઉત્પાદન એકમો વગેરેમાં 75,000 રોપાઓ વાવવામાં આવશે આ ઉપરાંત પસંદગીના CPSE ઇકો-ફ્રેન્ડલી રહેઠાણ અને કાર્યક્ષમ પાણી વ્યવસ્થાપન માટે તેમની ટાઉનશીપને મિની સ્માર્ટ સિટીમાં રૂપાંતરિત કરવા સંબંધિત પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન દ્વારા પ્રારંભ કરાશે. રાષ્ટ્ર નિર્માણમાં CPSEના યોગદાન પર એક ટૂંકી ફિલ્મ પણ સપ્તાહ દરમિયાન 12 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.

Published On - 5:08 pm, Wed, 8 June 22

Next Article