GANDHINAGAR : આજે રાજ્યના પાટનગર ગાંધીનગરનો 57મો સ્થાપના દિવસ, ગાંધીનગર વસાહત મહાસંઘની બેઠક મળી

|

Aug 02, 2021 | 12:51 PM

HAPPY BIRTHDAY GANDHINAGAR : આજે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરનો સ્થાપના દિવસ છે. 2 ઓગષ્ટ 1965ના રોજ ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી હતી.

GANDHINAGAR : આજે ગાંધીનગર 57 વર્ષનું થયું છતા પાટનગરમાં પાયાની સમસ્યાઓ મોં ફાડી ઉભી છે. પાટનગરના 57માં જન્મદિવસ નિમિતે ગાંધીનગર વસાહત મહાસંઘની બેઠક મળી હતી. જેમાં શહેરના કેટલાક પ્રાણપ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાટનગરની રચના બાદ શહેરનો વિકાસ ઉતરોતર ઘટી રહ્યો હોવાનો વરિષ્ઠ નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે. નવા સેક્ટરની રચના થઈ રહી છે પરંતુ સરકારી દવાખાના કે પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં નથી આવી રહ્યા. તો પાટનગરમાં પાણી સમસ્યા પણ વર્ષોથી યથાવત જ રહી છે. 24 કલાક પાણી આજે પણ શહેરીજનોને મળી રહ્યું નથી. પાટનગરની રચના વખતે સરકારે ખેડૂતો માટે આર્થિક લાભો જાહેર કર્યા હતા પરંતુ આજે પણ 4400 ખેડૂતો આ લાભથી વંચીત છે.

આ પણ વાંચો : RAJKOT : વજુભાઇ વાળાની સક્રિય રાજકારણમાં એન્ટ્રી નિશ્ચિત, કઇ જવાબદારી સોંપાશે તેના પર સૌની નજર

આ પણ વાંચો : TAPI : સોનગઢના ડોસવાળાનો વિયર ડેમ ઓવરફલો, 10 થી વધુ ગામોને એલર્ટ કરાયા

Published On - 12:45 pm, Mon, 2 August 21

Next Video