Gandhinagar : આગામી અઠવાડિયે ધો-12 બોર્ડનું પરિણામ જાહેર થશે, રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે : હાઇકોર્ટ

|

Jul 13, 2021 | 6:34 PM

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વની જાહેરાત કરાઇ છે. જેમાં ધોરણ 12ના બોર્ડના પરિણામ બાબતે જાહેરાત થઇ છે.

Gandhinagar : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વની જાહેરાત કરાઇ છે. જેમાં ધોરણ 12ના બોર્ડના પરિણામ બાબતે જાહેરાત થઇ છે. ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી અઠવાડિયામાં ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર કરવાની માહિતી આપી છે. જે-તે શાળાઓ વિદ્યાર્થીઓનું પરિણામ જોઇ શકશે. અને, શાળા દ્વારા જ વિદ્યાર્થીઓને પરિણામ આપવામાં આવશે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટ આપવામાં આવશે.

 

રિપીટર-એકસ્ટર્નલ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો હાઇકોર્ટનો ઇન્કાર

તો રિપીટર અને એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની હાઇકોર્ટમાં થયેલી અરજી પર ચુકાદો આવ્યો છે. હાઇકોર્ટે વિદ્યાર્થીઓ માટે કરાયેલી માગણીને નામંજૂર કરી દીધી છે. રિપીટર વિદ્યાર્થી અને એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે અરજી હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને નામંજૂર કરવામાં આવી છે. અહીં નોંધનીય છેકે આ સંદર્ભે હાઇકોર્ટે ટકોર કરી કે અમે અહીંયા શિક્ષણનું સ્તર નીચું લાવવા નથી બેઠા.

 

આ પણ વાંચો : Ahmedabad : “આ રીતે મહિલાઓની સંખ્યા ઘટશે તો બહેનોએ ઘરે તાળું મારીને બેસવું પડશે” : પાટીલ

આ પણ વાંચો : Surat: કબુતરબાજીના કેસમાં ATSએ એકની ધરપકડ કરી, ફોનમાંથી મળી ચોંકાવનારી વિગતો

Published On - 5:42 pm, Tue, 13 July 21

Next Video