રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી રવિવારના રોજ ધોરણ 5 થી 8 માં શિક્ષક બનવા માટે ટેટ-2 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના 8 મહાનગરોમાં કુલ 2 લાખ, 76 હજાર ઉમેદવાર પરીક્ષા આપશે. જેમાં ગુજરાતી માધ્યમના 2 લાખ, 65 હજાર, 791 ઉમેદવારો, અંગ્રેજી માધ્યમના 6 હજાર 113 ઉમેદવારો અને હિન્દી માધ્યમમાં 4 હજાર, 162 ઉમેદવારો પરીક્ષા આપશે.
આ પરીક્ષામાં સમાજવિદ્યા, ગણિત વિજ્ઞાન, ભાષાનું કોમન પેપર લેવાશે. ટેટ 2 નું પરીક્ષા રાજ્યના 8 મનપા 926 મકાનોમાં 9230 વર્ગખડોમાં પરીક્ષા લેવાશે
શિક્ષકની કારર્કિર્દી બનાવવા માટે TET-TAT પરીક્ષા આપવી તેમજ પાસ કરવી ફરજિયાત છે. નોંધનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં TET પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી.
TATની પરીક્ષા 6 વર્ષ બાદ યોજાવા જઈ રહી છે. પેપર લીકની અનેક ઘટનાઓ બાદ હવે સરકારી ભરતી માટે પરીક્ષાઓ યોજાવાનું શરુ થઇ ગયુ છે. ત્યારે આ પરીક્ષા માટે તંત્ર પહેલેથી જ એલર્ટ છે. પેપર ન ફૂટે તે માટે આ ટ્રેકિંગ સિસ્ટમનો અમલ કરાશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10થી 12ની બોર્ડ પરીક્ષામાં છેલ્લા 3 વર્ષથી પેપર ટ્રેકિંગ સિસ્ટમ લાગુ કરાઈ છે. જેમાં પેપરોના બંડલો સ્ટ્રોંગ રૂમથી સેન્ટર પર પહોંચે ત્યાં સુધી GPS આધારિક ટ્રેકિંગ થાય છે અને સેન્ટર પર બંડલ જ્યારે ખોલવામાં આવે ત્યારે 6 બાજુના ફોટા પાડીને સોફ્ટવેરમાં અપલોડ થાય છે. ત્યારબાદ જ્યારે પરીક્ષા પૂરી થાય ત્યારે પણ ફોટા પાડીને અપલોડ કરવામાં આવે છે. આ જ રીતે ટેટની પરીક્ષામાં ટ્રેકિંગ સિસ્ટમનો અમલ કરાશે. પેપર ફૂટે નહીં તે માટે બોર્ડ પરીક્ષામાં પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેસિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…