Gandhinagar : ગજબનો ચોર, ગામડાઓમાં દિવસ દરમિયાન GEBના મીટર રીડિંગના બહાને કરતો રેકી અને રાત્રે બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરીને આપતો અંજામ

|

Oct 08, 2023 | 10:02 PM

ગાંધીનગર જિલ્લાના દહેગામ અને ચિલોડા વિસ્તારના અલગ અલગ ગામડાઓમાં આ ચોર દ્વારા બંધ મકાનોને ટાર્ગેટ બનાવી ચોરી કરતો હતો. પોલીસે પકડી પાડ્યા બાદ ચાર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો અને 82000 રૂપિયાનો મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો.

Gandhinagar : ગજબનો ચોર, ગામડાઓમાં દિવસ દરમિયાન GEBના મીટર રીડિંગના બહાને કરતો રેકી અને રાત્રે બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરીને આપતો અંજામ

Follow us on

છેલ્લા થોડા સમયથી ગાંધીનગર જિલ્લાના ચિલોડા અને દેહગામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં ચોરીની ઘટનાઓ વધી રહી હતી. જેને લઇને સ્થાનિક પોલીસ તેમજ એલસીબી પોલીસ સતર્ક બની હતી અને આ ચોરી કરતા વ્યક્તિને પકડવા માટે અલગ અલગ ટીમો પણ બનાવી હતી.

જે રીતે ફરિયાદો આવતી હતી તેમાં કોઈ અજાણ્યો વ્યક્તિ નંબર પ્લેટ વગરની એકટીવા લઈ અને GEBનાં મીટર રીડિંગ કરવાના બહાને એકલદોકલ રહેતા લોકોને ટાર્ગેટ બનાવતો અથવા બંધ મકાનને ટાર્ગેટ બનાવી ચોરી કરતો હોવાની ફરિયાદો સામે આવતી હતી. જેને લઇને પોલીસે અલગ અલગ ગામડા વિસ્તારમાં તપાસ તેજ કરી હતી.

પોલીસને માહિતી મળતા કે ગ્રામ્ય વિસ્તારમાં મરુન કલરના એકટીવા ઉપર ફરતો વ્યક્તિ કે જે પોતાને જીઇબી નો કર્મચારી બતાવે છે અને બાદમાં રાત્રિના સમયે બંધ મકાનોમાં ચોરી કરે છે તે વ્યક્તિ દહેગામ તરફ આવી રહ્યો હોવાની માહિતીના આધારે પોલીસે તેને પકડી પાડ્યો હતો. તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન સમગ્ર હકીકત સામે આવી હતી. આ ચોરનું નામ હરેશ રાઠોડ છે અને તે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહે છે. પોલીસે તેની પાસેથી એક્ટિવા, મોબાઈલ, 30000 રૂપિયા રોકડા સહિત 82 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો

શું કરી કબૂલાત ?

ચોર હરીશ રાઠોડ દ્વારા પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તે એક્ટિવા લઈને અમરાજીના મુવાડા ગામ, પાલુન્દ્રા, ગીયોડ અને હરસોલી તેમજ છાલા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જતો હતો અને ત્યાં બંધ મકાનની રેકી કરતો હતો. જે બાદ રાત્રીના સમયે મકાનમાં ઘૂસી ઘરમાં મૂકેલી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયાની ચોરી કરતો હતો. તેના વિરૂદ્ધ અમદાવાદના નરોડા પોલીસ મથકમાં ત્રણ ગુના, નિકોલ તેમજ સરદારનગર પોલીસ મથકમાં ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે.

કઈ રીતે કરે છે ચોરી

પકડાયેલ આરોપી દિવસ દરમિયાન પોતાના નંબર પ્લેટ વગરની એકટીવા લઈને દહેગામ તેમજ ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં છુટા છવાયા બંધ મકાનોમાં રેકી કરતો હતો અને બાદમાં બંધ મકાનોને ટાર્ગેટ કરી તે બંધ મકાનની ઓસરીમાં પડેલા સામાન કે થેલીઓમાં મકાનની ચાવીની શોધખોળ કરતો હતો.

આ પણ વાંચો : Breaking News Gujarat: રાજ્યના 69 Dy ક્લેકટરની બદલી, 69 મામલતદારોને પ્રમોશન અપાયા, જાણો

જો ચાવી મળી જાય તો લોક ખોલી મકાન માંથી તિજોરી માંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયાની ચોરી કરતો હતો. તે દરમિયાન ઘરના કોઈ સભ્ય આવી જાય તો તેઓને જીઇબી માંથી ઈલેક્ટ્રીક બોર્ડનું મીટર રીડિંગ કરવા આવેલો હોવાનું કહી ત્યાંથી નાસી છૂટતો હતો.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article