Gandhinagar: વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં 1113 કરોડ રૂપિયાના રોકાણો માટે વધુ 4 MoU થયા

|

Aug 08, 2023 | 11:54 PM

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પચેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટે શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે. જેમા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધ રૂપે રાજ્યમાં એક જ દિવસમાં વધુ 1113 કરોડ રૂપિયાના રોકાણ માટે 4 MOU કરવામાં આવ્યા છે.

Gandhinagar: વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં 1113 કરોડ રૂપિયાના રોકાણો માટે વધુ 4 MoU થયા

Follow us on

Gandhinagar: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે.

આ વાયબ્રન્‍ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્‍ટ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ યોજાયો છે.

આ ઉપક્રમનાં ત્રીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા રાજ્યમાં ઉદ્યોગો શરૂ કરવા માટે રૂ. 1113 કરોડના કુલ રોકાણો સાથે 4 જેટલા MoU મંગળવાર, 8 ઓગષ્ટે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. કેમિકલ સેક્ટરમાં કુલ 300 કરોડ રૂપિયાના રોકાણો માટે 1 ઉદ્યોગગૃહે MoU કર્યા હતા. તદ્‌નુસાર, મેઘમણી ક્રોપ ન્યુટ્રીશન લિમિટેડ સાણંદમાં નેનો પ્રવાહી ખાતરનો પ્લાન્‍ટ 2025-26 સુધીમાં શરૂ કરશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

પ્રતિ સપ્તાહ MoUના ઉપક્રમની ત્રણ કડીમાં કુલ રૂ. 3874 કરોડના 14 MoU સંપન્ન

ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે રાજ્ય સરકાર વતી અને ઉદ્યોગગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા.

પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા આ MoU સાઈનીંગના ઉપક્રમની ત્રણ કડીમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. 3874 કરોડના રોકાણોના 14 MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ સાડા નવ હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.

ટેકસ્ટાઈલમાં-2100, એન્‍જિનિયરીંગમાં-700, ફાર્માસ્યુટીકલમાં-500 અને કેમિકલમાં-3085 સંભવિત રોજગાર

તદ્‌નુસાર, ટેકસ્ટાઈલ સેક્ટરમાં-2100, એન્‍જિનિયરીંગ સેક્ટરમાં-700, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-500 અને કેમિકલ સેક્ટરમાં-3085 સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે. રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમીનીસ્ટ્રેશન મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં છે તેની આ ઉદ્યોગકારોએ સરાહના કરી હતી.

મંગળવારે 8 ઓગષ્ટે થયેલા MoU અનુસાર સાણંદ, ડેસર-વડોદરા, પીપોદરા-સુરત તેમજ વલસાડના ડુંગરીમાં 2024-25-26 સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટે ચાર MoU થયા છે. આ MoU અનુસાર વન્‍ડર સિમેન્‍ટ લિમિટેડ ગુજરાતમાં પોતાનો પ્રથમ પ્રોજેક્ટ ડેસર તાલુકાના તુલસી ગામમાં રૂ. 550 કરોડના રોકાણ સાથે શરૂ કરશે અને પચાસ લોકોને રોજગારી આપશે.

આ પણ વાંચો: Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીમાં મળેલા ગાંજાના છોડનો પોલીસ અને FSLની હાજરીમાં કરાયો નિકાલ, બોયઝ હોસ્ટેલના કંપાઉન્ડમાં મળ્યા હતા છોડ 

4500થી વધુ અપેક્ષિત રોજગારીની તકો ઊભી થશે

આ ઉપરાંત હમી વેવેલન પ્રાઈવેટ લિમિટેડ સુરતના માંગરોળ તાલુકાના પીપોદરામાં વિસ્કોસ સ્ટેપલ યાર્ન અને પોલિસ્ટર સ્ટેપલ યાર્નનો પ્રોજેક્ટ 114 કરોડ રૂપિયાના રોકાણથી શરૂ કરવાની છે. આ પ્રોજેક્ટથી 300 જેટલા લોકોને રોજગાર અવસર મળશે. એટલું જ નહિ, મોરાઈ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ, વલસાડ જિલ્લાના ડુંગરીમાં 149 કરોડના રોકાણથી ઈન્‍ડસ્ટ્રીયલ પાર્કની સ્થાપના કરશે અને અંદાજે 3500 જેટલા રોજગાર અવસરનું નિર્માણ થશે. આ MoU સાઈનીંગ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર શ્રી કુલદીપ આર્ય તથા ઈન્‍ડેક્સ-બીનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article