GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં યોજાવાની શક્યતા

|

Aug 17, 2021 | 6:00 PM

Gandhinagar Municipal Corporation elections : રાજ્યમાં કોરોના વાયરસનો વ્યાપ વધતા અને ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના ચૂંટણી પંચે 1 એપ્રિલના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો.

GANDHINAGAR : ગાંધીનગર પાલિકાની ચૂંટણી સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. ગાંધીનગરમાં કોરોનાના કેસો ઘટતા ઇલેક્શન કમિશને સેન્સ લીધી હતી. આ સાથે જ ગાંધીનગર ચૂંટણી પ્રભારી, હોદ્દેદારોની બેઠકનો દોર શરૂ થયો છે. ઉમેદવારોના ચૂંટણી કાર્યાલય ફરી શરૂ કરવા પાર્ટીએ સૂચન કર્યું છે.

કોરોનાકાળમાં અને કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં 19 માર્ચે રાજ્ય ચૂંટણીપંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આયોજન 18મી એપ્રિલ 2021 ના રોજ નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે તેની મતગણતરી આગામી 20મી એપ્રિલને 2021ના રોજ કરવાની નક્કી કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણીપંચના કમિશનર સંજય પ્રસાદે ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકા માટે કુલ 2.82 લાખથી મતદારો નોંધાયા હતા.. ચૂંટણી પ્રક્રિયા સરળતાથી ચાલે તે માટે કુલ પાંચ જેટલા ચૂંટણી અધિકારીની નિમણૂંક કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું.

રાજ્યમાં કોરોના વાયરસનો વ્યાપ વધતા અને ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના ચૂંટણી પંચે 1 એપ્રિલના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છેરાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને મોકૂફ રાખવા માટેની અપીલ કરતો પત્ર ચૂંટણીપાંચને લખ્યો હતો. આ સિવાય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ આ ચૂંટણી રદ્દ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : AHMEDABAD : સોમલલિત કોલેજમાં SOPનું પાલન ન થતા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણ ફેલાવાનો ભય

આ પણ વાંચો : GSRTC 50 ઈલેક્ટ્રીક બસો દોડાવશે , જાણો ઈ-બસમાં મુસાફરોને કઈ કઈ સુવિધાઓ મળશે

Next Video