આજે વિધાનસભાના સત્રમાં ખનીજ ચોરી , જમીન માપણી તેમજ MSME, શાળાઓની સ્વચ્છતા તેમજ શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજ્ય હતો. તેમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉદ્યોગ વિભાગની માંગણીઓ ઉપરની ચર્ચામાં જવાબ રાજ્યમાં થયેલી ખનીજ ચોરી અંગેના મહત્વના આંકડા જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 65,918 લાખની ખનીજ ચોરી પકડાઈ હતી અને છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ખનીજ ચોરીના 40,483 કેસ નોંધાયા છે વિધાનસભામાં આપવામાં આવેલા અન્ય આંકડા આ મુજબ છે.
રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 65918 લાખની ખનીજ ચોરી પકડાઈ હતી અને છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ખનીજ ચોરીના 40483 કેસ નોંધાયા છે જો વર્ષ પ્રમાણે જોઈએ તો
વિધાનસભામાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉદ્યોગ વિભાગની માંગણીઓ પરના જવાબમાં મહત્વની જાહેરાત કરી હતી. તેમણે રાજ્યમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની જાહેરાત કરી હતી. અમદાવાદના ગાંગડ સહિત થરાદ, વડગામ, લવાણા, ભીલડી અને પાલનપુરને નવી જીઆઇડીસી મળશે. તેમજ સિધ્ધપુર, સાંતલપુર, વિંછીયા, છાપરા, આમોદ, જોટાણા અને નાની ભલુ, કડજોદરા, લડોદ, સાવરકુંડલા ગીર સોમનાથ નવાબંદર, ઠાસરા અને નવસારીના વાંશી-બોરસીમાં પણ નવી GIDC બનશે. GIDC બનાવવા ઉદ્યોગ વિભાગ જમીનની ઉપલબ્ધતા, ઉદ્યોગ સ્થાપના માટે આનુષંગિક વ્યવસ્થાનો અભ્યાસ કરશે.
અમિત ચાવડાએ MSME ઉદ્યોગો અને કોલસા કૌભાંડ અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં MSME ઉદ્યોગો જ સૌથી વધુ રોજગારી આપે છે અને સરકાર મોટા ઉદ્યોગોને મોટી ખેરાત કરી MSME ને અવગણે છે તેમજ તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં MSME કમિશ્નર ની જગ્યા લાંબા સમયથી ખાલી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે 60 લાખ ટન કોલસાનો બારોબાર વહીવટ થઇ ગયો અને 6 હજાર કરોડનો કોલસા ભ્રસ્ટાચાર કોને કર્યું એ અમારો પ્રશ્ન છે. જેનો જવાબ અમને મળ્યો નથી.