ગાંધીનગર : રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની (Uttarayan) ઉજવણી થઈ. મકરસંક્રાતિ પર્વની નેતાઓથી માંડી સામાન્ય જનતાએ પતંગ ચગાવવાની (Kite) મજા માણી, પરંતુ આ તમામની વચ્ચે ગાંધીનગરમાં (Gandhinagar) ઉત્તરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ.
ગાંધીનગર મહાનગરપાલિકાના(Corporation) મેયર હિતેષ મકવાણાએ (Mayor Hitesh Makwana) ઉત્તરાયણ પર્વની એક આગવી રીતે ઉજવણી કરી. જે સમાજ માટે ઉદાહરણ રૂપ છે. સામાન્ય રીતે ઉતરાયણનો પર્વ લોકો પોતાના પરિવાર સાથે વિતાવતા હોય છે. પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણાએ આ દિવસ વિતાવ્યો HIV +ve બાળકો સાથે.
ઉલ્લેખનીય છેકે ગાંધીનગર શહેરના સ્પેશ્યિલ ચાઈલ્ડ હોમ, સેક્ટર ૧૯ ખાતે આવેલ HIV +ve 1 વર્ષ થી લઇ 18 વર્ષની ઉંમરના બાળકો રહે છે. ત્યારે આજના દિવસે ગાંધીનગર કોર્પોરેશનની મેયર સહિતની ટીમ દ્વારા આ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. જે બાળક તથા એચઆઇવી (HIV)નું નામ સાંભળી આજે પણ સમાજનું ટેરવું ચડી જાય છે એ બાળકો સાથે બેસીને ભોજન કર્યું હતું. તેમજ બધા જ બાળકો સાથે લાંબો સમય ગાળી તેમના જીવનની વેદનાને સમજવાની કોશિશ કરી હતી. અને દરેક સંજોગોમાં તેમના સાથ, સહકાર, તથા શક્ય મદદની ખાત્રી આપી હૈયાધારણા આપી હતી.
ઉલ્લેખનીય છે કે આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રો પ્રમાણે આજના દિવસથી સૂર્ય નારાયણ દેવ ઉત્તર-દિશા તરફ પ્રયાણ કરે છે. તેમજ આજના ઉત્તરાયણના પવિત્ર દિવસે આપણી સંસ્કૃતિમાં દાનનો મહિમા આગવો જ ગણાવવામાં આવ્યો છે. ત્યારે સમાજમાં આજના દિવસે કરાયેલી આ પહેલથી બાળકોને જે સ્મિત અને ખુશી મળીએ સરાહનીય છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 10,019 કેસ નોંધાયા
આ પણ વાંચો : Surat: કોરોના કાળમાં આ સુરતીએ બનાવ્યો ઓમીક્રોન અને કોરોના વાયરસ દર્શાવતો મહાકાય પતંગ