Gandhinagar : નોકરી અને લોનના બહાને દસ્તાવેજો એકત્ર કરી દૂરઉપયોગ કરતી ગેંગનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

|

May 13, 2022 | 9:26 PM

સાબરકાંઠા(Sabarkantha) ભિલોડામાં એક વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસને મળતા પોલીસે તપાસ શરૂ કરી અને આ સાથે ગેંગનો પર્દાફાશ થયો. સતત 21 દિવસ સુધી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ગાઝિયાબાદ તેમજ અન્ય સ્થળોએ વોચ રાખી ને સમગ્ર ગુનાના માસ્ટર માઇન્ડ હીરાલાલ દાસની ધરપકડ કરાઈ છે. 

Gandhinagar : નોકરી અને લોનના બહાને દસ્તાવેજો એકત્ર કરી દૂરઉપયોગ કરતી ગેંગનો માસ્ટર માઇન્ડ ઝડપાયો
Gandhinagar Local Crime Branch Arrest Accused

Follow us on

ગુજરાતના (Gujarat) ગાંધીનગર (Gandhinagar)જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જો કોઈ નોકરી અપાવવાના નામે અથવા લોન અપાવવાના નામે તમારા દસ્તાવેજો માગે તો આપતા નહીં કારણ કે લેભાગુ તત્વો કોઈપણ રીતે તમને છેતરી(Fraud)શકે છે.ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે આવી જ એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગને ગાઝિયાબાદથી ઓપરેટ કરતા માસ્ટરમાઈન્ડની પોલીસે ધરપકડ કરી છે.જે શ્રમિક વર્ગને ટાર્ગેટ કરીને તેમની સાથે છેતરપિંડી આચરતો હતો. તે મૂળ બિહારનો છે. પરંતુ ગાઝિયાબાદ અને નોઈડાથી જ પોતાની ગેંગને ઓપરેટ કરતો હતો. તેણે પોતાના ગુનાની કબૂલાત કરી છે.

જેમાં આરોપીની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો, તે નોકરી અથવા લોન અપાવવાના નામે લોકો પાસેથી દસ્તાવેજો માગી લેતો હતો.. આ દસ્તાવેજોનો તે દૂરુપયોગ કરીને તે બેન્કમાંથી ખોટી રીતે લોન લેતો અને લોનના નાણા પોતાના ખાતામાં જમા કરાવી દેતો હતો.આ રીતે તે લોકો અને બેન્ક સાથે છેતરપિંડી કરતો હતો..પોલીસે આરોપી પાસેથી 64 એટીએમ કાર્ડ, 88 પાનકાર્ડ, 20 બેન્કની પાસબૂક, 61 બેન્કની ચેકબૂક, 2 સ્વાઈપ મશીન, 12 મોબાઈલ, 27 મોબાઈલ સીમકાર્ડ, 80 આધારકાર્ડ, 13 ચૂંટણી કાર્ડ અને 4 રબર સ્ટેમ્પ પોલીસે જપ્ત કર્યા છે.

ડોક્યુમેન્ટના આધારે બોગસ એકાઉન્ટ ખોલીને બેંકોમાંથી લોન મેળવતો

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા એક માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી છે. નવમું ધોરણ પાસ આ માસ્ટરમાઈન્ડ નોકરી અપાવવા તથા લોન આપવાના નામે બેન્કો સાથે છેતરપિંડી કરતો હોવાની માહિતીના આધારે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.હીરાલાલ તુરંતલાલ દાસ નામનો આરોપી ફક્ત નવમું ધોરણ પાસ છે, પરંતુ એણે એ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી કે જેના થકી કેટલાય લોકો સાથે એણે છેતરપિંડી કરી હોવાના ગુનાનો ભેદ ઉકેલાઇ શકે છે.. સામાન્ય મજૂર વર્ગના લોકોને ટાર્ગેટ બનાવી ને હીરાલાલ તમને ફોન કરતો અને ત્યારબાદ એમના ડોક્યુમેન્ટના આધારે બોગસ એકાઉન્ટ ખોલીને બેંકોમાંથી લોન મેળવતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ખોટી રીતે એકાઉન્ટ ઓપન કરીને હીરાલાલ એ બેંકોને કેટલા રૂપિયાનો ચૂનો ચોપડયો હશે એ બાબતની તપાસ પોલીસ આગળના દિવસોમાં કરશે.. સૌથી મહત્વની બાબત હીરાલાલ દાસ નામના આ માસ્ટરમાઈન્ડ આરોપી સાથે અન્ય કોણ કોણ લોકો સંકળાયેલા છે એ બાબતે પણ પોલીસ આગળના દિવસોમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી કબૂલાત કરાવશે.હીરાલાલ દાસની ધરપકડ કર્યા બાદ પોલીસને એની પાસેથી ખૂબ મોટી માત્રામાં ચેકબુક આધાર કાર્ડ મોબાઈલ સીમકાર્ડ અને સ્વાઇપ મશીન સહિતની વસ્તુઓ પણ મળી આવી છે. આ પ્રકારનો મુદ્દામાલ કબજે થયા બાદ પોલીસને પણ આશંકા છે કે ગાજીયાબાદ અને નોઈડાની આ ગેંગ મોટા પ્રમાણમાં સામાન્ય લોકોને શિકાર બનાવીને છેતરી રહી હતી.

અરવલ્લીના  ભિલોડામાં એક વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ

અરવલ્લીના  ભિલોડામાં એક વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસને મળતા પોલીસે તપાસ શરૂ કરી અને આ સાથે ગેંગનો પર્દાફાશ થયો. સતત 21 દિવસ સુધી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ગાઝિયાબાદ તેમજ અન્ય સ્થળોએ વોચ રાખી ને સમગ્ર ગુનાના માસ્ટર માઇન્ડ હીરાલાલ દાસની ધરપકડ કરાઈ છે.

આખરે નવમું ધોરણ પાસ હીરાલાલ દાસ આ પ્રકારના ગુનામાં કેવી રીતે સંડોવાયો એની તપાસ કરતાં પોલીસના ધ્યાને એક વાત આવી.. હીરાલાલ જાતે પોતે લોન લેવાની હોવાથી બેંકમાં એપ્લિકેશન આપી પરંતુ બેંક તરફથી કુરતી લોન ન મળવાના કારણે અને પૈસાની જરૂરિયાત હોવાના કારણે હીરાલાલ દાસે એવો રસ્તો અજમાવ્યો કે સામાન્ય પરિવારના તેમજ મજૂરીકામ કરતા લોકોને શિકાર બનાવ્યા.. પોલીસ દ્વારા હીરાલાલ દાસના સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.

Published On - 5:27 pm, Fri, 13 May 22

Next Article