Gandhinagar: વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે, ઢોર નિયંત્રણ બિલ પ્રથમ દિવસે પરત ખેંચાશે

|

Sep 19, 2022 | 6:56 PM

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાનું વિધાનસભાનું છેલ્લુ સત્ર હોવાથી વિપક્ષે પણ સરકારને ઘેરવા માટેની વિશેષ રણનીતિ તૈયાર કરી હશે આમ આ બે દિવસનું ચોમાસુ સત્ર ચોક્કસથી તોફાની બની રહે તેવી શક્યતાઓ હાલ તો જોવામાં આવી રહી છે. 

Gandhinagar: વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે, ઢોર નિયંત્રણ બિલ પ્રથમ દિવસે પરત ખેંચાશે
વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાશે

Follow us on

ગુજરાત વિધાનસભાનું  (Gujarat Vidhansabha) બે દિવસનું ટૂંકું સત્ર મળવા જઈ રહ્યું છે આ ચોમાસુ સત્રમાં  (Monsoon satra) પહેલા દિવસે શોક ઠરાવ અને વિધેયકો પર ચર્ચા કરાશે તથા બીજા દિવસે ટૂંકા પ્રશ્નોનો પ્રશ્નોતરી કાળ હશે. આ ચોમાસુ સત્રમાં 6 બિલ રજૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે ચોમાસુ સત્રને લઈને તૈયારીઓ કરી દીધી છે તથા આ અંગે આવતીકાલે ભાજપની CMની અધ્યક્ષતામાં વિધાનસભા દળની બેઠક પણ મળશે, ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાનું વિધાનસભાનું છેલ્લુ સત્ર હોવાથી વિપક્ષે પણ સરકારને ઘેરવા માટેની વિશેષ રણનીતિ તૈયાર કરી હશે, આમ આ બે દિવસનું ચોમાસુ સત્ર ચોક્કસથી તોફાની બની રહે તેવી શક્યતાઓ હાલ તો જોવામાં આવી રહી છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વિધાનસભાનું બે દિવસીય સત્ર યોજાશે

વિધાનસભાનું ચોમાસું સત્ર મળી રહ્યું છે તારીખ 21 અને 22 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું ટૂકું સત્ર મળશે. ત્યારે પ્રથમ દિવસે જ ઢોર નિયંત્રણ બિલ પરત લેવામાં આવશે, આ અંગેનું બિલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરત મોકલ્યું છે.

 

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક

આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel ) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યમાં ચાલતા આંદોલન અંગે ચર્ચા થશે તેમજ ઉપરાંત વડાપ્રધાનના આગામી દિવસો દરમિયાનના ગુજરાત પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ઉપરાંચ આવતીકાલે ભાજપની ધારાસભ્ય દળની પણ બેઠક મળશે તારીખ 20 સપ્ટેમ્બરના રોજ સાંજે 8 કલાકે સ્વર્ણિમ સંકુલ 1માં અથવા તો CM નિવાસસ્થાને બેઠક યોજાશે. બેઠકમાં વિધાનસભાના સત્રને લઈને પણ ચર્ચા કરાશે.

ચૂંટણી અગાઉનું આ છેલ્લું સત્ર

નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી  (Gujarat vidhan sabha Election 2022) પહેલાનું આ છેલ્લુ સત્ર છે, ત્યારે આ સત્રમાં વિપક્ષ પણ પોતાની રજૂઆતો કરશે અને ગુજરાતની વર્તમાન સરકાર માટે વિવિધ નિર્ણયો લેવા અંગે તેમજ બિલ પસાર કરવા અંગે આ ટૂંકા સત્રનો જ સમય છે, ત્યારે જોવું રહ્યું કે ચૂંટણી અગાઉ આ વિધાનસભા સત્રમાં કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે અને કયા બિલ પસાર કરવામાં આવે છે તેમજ વિપક્ષ દ્વારા સરકાર સામે ક્યા કયા મુદ્દા રજૂ  કરવામાં આવે છે.

Next Article