Gandhinagar : સંગઠિત ગુનાઓને ડામવા માટેનું GUJCTOC સુધારા બિલ વિધાનસભામાં પસાર, ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી જેવા શબ્દોનો કરાયો સમાવેશ

આ અધિનિયમના અમલ દરમિયાન કોઇ પણ જોગવાઇનું રાજ્યમાંની વ્યક્તિઓને બિનજરૂરી મુશ્કેલીમાં મૂકે તેવું ખોટું અર્થઘટન ન થાય તેમજ અમુક જોગવાઈઓ વધુ અર્થપૂર્ણ બનાવવા અને તેનું સરળ અર્થઘટન કરવા માટે સરકારે આ અધિનિયમની કલમ 2-ની પેટા-કલમ (1)નો ખંડ (ચ), કલમ 4 અને કલમ 20ની પેટા-કલમ (5)માં સુધારા કર્યા છે.

Gandhinagar : સંગઠિત ગુનાઓને ડામવા માટેનું GUJCTOC સુધારા બિલ વિધાનસભામાં પસાર, ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી જેવા શબ્દોનો કરાયો સમાવેશ
વિધાનસભામાં ગુજસીટોક સુધારા વિધેયક પસાર
| Edited By: | Updated on: Sep 22, 2022 | 8:40 AM

વિધાનસભા ગૃહના  (Gujarat Assembly Session) પ્રથમ દિવસે  ગુજસીટોક (GUJCTOC) સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ પર આશરે એક કલાક કરતાં વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. ચર્ચાના અંતે સર્વાનુમતે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આંતકવાદ સામેની લડાઈ મજબૂતીથી આગળ વધારવામાં આવશે. NCRBના 2021 ના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓ, ખૂન, મહિલા સંબંધી ગુનાઓમાં 36 રાજયોમાં ગુજરાત છેલ્લા સ્થાને છે જે માત્ર અને માત્ર ગુજસીટોક કાયદાને આભારી છે. ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક (Gujarat Terrorism and Organized Crime Control Amendment Bill ) રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  (Harsh sanghvi) જણાવ્યું હતું કે ગુજસીટોક કાયદાની જોગવાઈઓમાં વિસંગતતા દૂર કરવા માટે રાજય સરકારે વટહુકમ બહાર પાડયો હતો એને કાયદાનું સ્વરૂપ આપવા માટે આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે

આ છે બિલમાં નવી જોગવાઈ

ગૃહ રાજય મંત્રીએ આ સુધારા વિધેયકના ઉદ્દેશોની વિગતો આપતાં કહ્યું કે, રાજ્ય સરકારે, આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે વિશેષ જોગવાઇઓ કરવા અને સંગઠિત ગુના સિન્ડિકેટ્સની ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા તેમજ તેની સાથે સંકળાયેલી અને તેને આનુષાંગિક બાબતો માટે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ, વર્ષ-2015 થી રાજ્યમાં અમલમાં છે.

આ અધિનિયમના અમલ દરમિયાન કોઇ પણ જોગવાઇનું રાજ્યમાંની વ્યક્તિઓને બિનજરૂરી મુશ્કેલીમાં મૂકે તેવું ખોટું અર્થઘટન ન થાય તેમજ અમુક જોગવાઈઓ વધુ અર્થપૂર્ણ બનાવવા અને તેનું સરળ અર્થઘટન કરવા માટે સરકારે આ અધિનિયમની કલમ 2-ની પેટા-કલમ (1)નો ખંડ (ચ), કલમ 4 અને કલમ 20ની પેટા-કલમ (5)માં સુધારા   કર્યા છે.

આ નવી જોગવાઈ મુજબ, કલમ 2-ની પેટા-કલમ (1)ના ખંડ (ચ)માં “ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, મોટા પ્રમાણમાં જુગારના કૌભાંડ ચલાવવા, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકિંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની તેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને આતંકવાદી કૃત્ય ચાલુ રાખવું તે” એ શબ્દોને બદલે, “ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકિંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવી તે” એ શબ્દો મૂકવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, આ અધિનિયમની કલમ-4માં, “અથવા કોઈ પણ સમયે” એ શબ્દોને બદલે, “અથવા આ અધિનિયમના આરંભની તારીખ પછી કોઈપણ સમયે” એ શબ્દો મૂકવામાં આવ્યા છે. તેમજ મુખ્ય અધિનિયમમાં કલમમાં પેટા-કલમ(5)માં “ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ અથવા બીજા અધિનિયમ હેઠળના” એ શબ્દોને બદલે, “ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ હેઠળના” શબ્દનો ઉપયોગ કરાશે. આ સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વ સંમતીથી પસાર કરાયું હતું.