Gandhinagar: પોતાની વિવિધ પડતર માંગોને લઇ ભારતીય મજદૂર સંઘ (Bhartiya Mazdoor Sangh) હવે લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી (Satyagraha camp)ખાતે ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓ આંદોલન (Andolan) પર ઉતર્યા હતા. પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈ મોટી સંખ્યામાં કર્મચારીઓએ એકઠા થઇ સરકાર વિરૂદ્ધ સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. પગાર વધારો અને આંગણવાડી બહેનોનો પગાર વધારાની માંગ કરી રહ્યાં છે. જો પડતર માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
તો બીજી તરફ ભારતીય મજદૂર સંઘનો આરોપ છે કે પોતાની વિવિધ પડતર માંગોને લઇ તેઓ છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરી રહ્યાં છે. પરંતુ સરકાર દ્વારા કોઇ ઉત્તર મળ્યો નથી.એટલું જ નહીં સરકાર કર્મચારીઓની ઉપેક્ષા કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો. સાથે જ માનદ શબ્દ દૂર કરી કર્મચારી ગણવાની માંગણી કરી. જો તેમની પડતર માંગ સરકાર નહીં સ્વીકારે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
એક તરફ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. એવામાં સરકારની રીતિનીતિથી નારાજ વિવિધ સંગઠનો દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે આવીને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે. ત્રણ દિવસ પહેલા એલઆરડી શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા સરકારનો વિરોધ કરાયો હતો અને ગઈકાલે કોંગ્રેસ સેવાદળની મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરાયું હતું.
આ પણ વાંચો : રાજકોટ: ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર સામે બળવો