Breaking News: જેલમાં સર્ચ ઓપરેશનને લઈ ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠક, ગેરકાયદે પ્રવૃતિઓ પર તૈયાર કરાશે રિપોર્ટ

Jail Raid : આજે સાંજે 5 વાગ્યે આ મામલે ગૃહ વિભાગની બેઠક મળશે. જેમાં જેલમા ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

Breaking News: જેલમાં સર્ચ ઓપરેશનને લઈ ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠક, ગેરકાયદે પ્રવૃતિઓ પર તૈયાર કરાશે રિપોર્ટ
| Edited By: | Updated on: Mar 25, 2023 | 9:36 AM

Gandhinagar : ગૃહ વિભાગ દ્વારા રાજ્યની તમામ જેલમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. મોડી રાતથી શરૂ થયેલુ સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે,ત્યારે આજે સાંજે 5 વાગ્યે આ મામલે ગૃહ વિભાગની બેઠક મળશે. જેમાં જેલમા ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

દોષિત સામે કરાશે કાયદેસરની કાર્યવાહી

આપને જણાવી દઈએ કે, આ બેઠકમાં જેલના સર્ચ ઓપરેશનનો અહેવાલ રજૂ કરાશે.સમગ્ર ઓપરેશનમાં DG સહિત 5 ADGP અને CP સહિતનો સ્ટાફ જોડાયો હતો.જેલમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તેમજ દોષિત સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે,ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત DGP ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાઓને વિડિયો કોન્ફરન્સથી જોડીને જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ ટુકડીઓ તૈયાર કરી તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી હતી.

Published On - 8:58 am, Sat, 25 March 23