GANDHINAGAR : કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે સંભાળ્યો ચાર્જ, વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી

|

Sep 20, 2021 | 9:43 PM

ArjunSinh Chauhan ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના પ્રધાન છે.

GANDHINAGAR : રાજ્યમાં નવા પ્રધાનમંડળના પ્રધાનો એક બાદ એક વિધિવત રીતે પોતાના વિભાગનો ચાર્જ સંભાળી રહ્યાં છે ત્યારે કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે ચાર્જ સંભાળી લીધો છે. અર્જુનસિંહે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનો ચાર્જ સંભાળતાની સાથે જ બેઠક યોજી હતી. તેમણે વિભાગના અધિકારીઓ સાથે ગામડાના વિકાસની વિવિધ યોજનાઓ અંગે ચર્ચા કરી હતી અને સાથે જ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે તાકીદ કરી હતી. આ સાથે તેમણે વિભાગની કામગીરીની સમિક્ષા કરી હતી.

કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે ચાર્જ સંભાળવા અંગે ટ્વીટ કરીને લખ્યું, ” આજરોજ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી તરિકે સંતોના આશીર્વાદ સાથે પદભાર સંભાળ્યો.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ જી ના માર્ગદર્શનમાં સૌ સાથે મળીને ગુજરાતના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહીશું.”

આ પણ વાંચો : આધુનિક સમાજમાં એકતા-સમાનતા માટે રામાનુજાચાર્યના વિચારો મહત્વપૂર્ણ: ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી

આ પણ વાંચો : છોટાઉદેપુરમાં સાર્વત્રિક મેઘ મહેર, અઢી ઇંચ વરસાદ પડતા જિલ્લાની સૌથી મોટી નદી ઓરસંગ નદી બે કાંઠે

Next Video