Gandhinagar : ગુજરાત વિધાનસભા આજથી બની જશે ઇ-વિધાનસભા, રાષ્ટ્રપતિના હસ્તે થશે લોન્ચિંગ, જાણો શું થશે ફાયદા

|

Sep 13, 2023 | 10:23 AM

PM મોદીના ‘વન નેશન વન એપ્લિકેશન’ના સ્વપ્નને સાકાર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ-વિધાનસભાનું લૉન્ચિંગ થશે. જે બાદ મહામહિમ ધારાસભ્યોને સંબોધન પણ કરશે. વિધાનસભા અધ્યક્ષનો દાવો છે કે જન પ્રતિનિધિ વિધાનસભાના શૂન્યકાળમાં પણ પ્રશ્નોની રજૂઆત કરી શકશે.  

Gandhinagar : ગુજરાત વિધાનસભા આજથી બની જશે ઇ-વિધાનસભા, રાષ્ટ્રપતિના હસ્તે થશે લોન્ચિંગ, જાણો શું થશે ફાયદા

Follow us on

Gandhinagar : ગુજરાત વિધાનસભા (Jarat Legislative Assembly) આજથી ફિઝિકલ ટુ ડિજિટલ બનશે. એટલે કે હવે આંગળીના ટેરવે ગુજરાત વિધાનસભા ચાલશે. ગુજરાત વિધાનસભા આજથી બની જશે ઇ-વિધાનસભા. દેશમાં પ્રથમવાર ગુજરાત વિધાનસભા હાઇટેક બનવા જઇ રહી છે અને ઇ-ક્લેવર ધારણ કરી રહી છે. અત્યાર સુધી ધારાસભ્યોના ટેબલ પર જોવા મળતી કાગળોની ફાઇલો હવે ભૂતકાળ બનશે અને ફાઇલો તથા દસ્તાવેજોનું સ્થાન ટેબ્લેટ લઇ લેશે.

આ પણ વાંચો-Mandi : કડીની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2815 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

PM મોદીના ‘વન નેશન વન એપ્લિકેશન’ના સ્વપ્નને સાકાર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ-વિધાનસભાનું લૉન્ચિંગ થશે. જે બાદ રાષ્ટ્રપતિ  ધારાસભ્યોને સંબોધન પણ કરશે. વિધાનસભા અધ્યક્ષનો દાવો છે કે જન પ્રતિનિધિ વિધાનસભાના શૂન્યકાળમાં પણ પ્રશ્નોની રજૂઆત કરી શકશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઇ-વિધાનસભા એટલે શું ?

હવે અહીં સવાલ થશે કે ઇ-વિધાનસભા એટલે શું ? તો આપને જણાવી દઇએ કે ગુજરાત વિધાનસભાની કામગીરી હવે ઓનલાઇન બની જશે.દરેક ધારાસભ્યને 2 ટેબ્લેટ આપવામાં આવશે. જેમાંથી એક ટેબ્લેટ ધારાસભ્ય પોતાની સાથે રાખી શકશે. ગૃહની તમામ કામગીરીને ટેબ્લેટ દ્વારા સંચાલિત કરાશે. એટલે કે ગૃહની તમામ માહિતી આંગળીના ટેરવે મળશે. વિધાનસભા અધ્યક્ષનો દાવો છે કે ભવિષ્યમાં નાગરિકો પોતાના પ્રશ્નોની સીધી સરકારમાં રજૂઆત કરી શકાશે. દાવો એ પણ છે કે ગૃહના ડેટા કાયદો ઘડવામાં ઉપયોગી સાબિત થશે.

ઇ-વિધાનસભાથી શું થશે ફાયદા ?

હવે એ પણ જાણી લો કે ઇ-વિધાનસભા દ્વારા ફાયદો શું થશે તો વિધાનસભાની કામગીરી સંપૂર્ણપણે પેપરલેસ થઇ જશે. ગૃહનું સંપૂર્ણ કામકાજ ટેબલેટ દ્વારા થશે. વિધાનસભાનો તમામ ડેટા સ્ટોર કરવામાં મદદ મળશે. વિધાનસભાના ડેટા દ્વારા કાયદો ઘડવામાં સરળતા રહેશે. ફાઇલોના ચક્કારમાંથી મુક્તિ મળશે. કાગળ અને સ્ટેશનરી ખર્ચ બચવા સાથે ઝંઝટમાંથી મુક્તિ મળશે. સાથે જ કર્મચારીઓ તથા ધારાસભ્યોમાં ટેક્નિકલ જ્ઞાન વધશે અને દેશ-દુનિયાથી માહિતીથી અવગત રહેવાશે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:39 am, Wed, 13 September 23

Next Article