Gandhinagar : ચિંતન શિબિર માટે એકતાનગર પહોંચવા મંત્રીઓની સામુહિક એકતા, STની વોલ્વોમાં CM સાથે બધાનો કોમન પ્રવાસ

|

May 19, 2023 | 11:22 AM

ચિંતન શિબિર માટે નર્મદા જિલ્લાના એકતા નગર પહોંચવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓએ એસટીની વોલ્વો બસમાં સામૂહિક પ્રવાસ રૂપે પ્રસ્થાન કર્યું હતું.

Gandhinagar : ચિંતન શિબિર માટે એકતાનગર પહોંચવા મંત્રીઓની સામુહિક એકતા, STની વોલ્વોમાં CM સાથે બધાનો કોમન પ્રવાસ

Follow us on

ગુજરાત(Gujarat) સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિર(Chintan Shibir)આજથી  યોજાશે. સાંજે 4 વાગ્યાથી કેવડિયામાં 10મી શિબિરનો પ્રારંભ થવાનો છે. મુખ્ય સચિવના પ્રાસંગિક ઉદબોધનથી શરૂઆત થશે. ત્યારે ચિંતન શિબિર માટે નર્મદા જિલ્લાના એકતા નગર પહોંચવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓએ એસટીની વોલ્વો બસમાં સામૂહિક પ્રવાસ રૂપે પ્રસ્થાન કર્યું હતું. ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Cm Bhupendra Patel) 19 થી 21 મે દરમિયાન દસમી ચિંતન શિબિરનો (Chintan Shibir) શુભારંભ કરાવશે.

સામૂહિક ચિંતન પહેલા સામૂહિક પ્રવાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં 2003થી ચિંતન શિબિરની શરુઆત કરી હતી. ત્યારે આ વખતની 10મી ચિંતન શિબિર આજથી ત્રણ દિવસ માટે એકતા નગર સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં શરૂ થઈ રહી છે. આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સૌ મંત્રીઓ તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા જિલ્લાઓના કલેકટર , જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે એસટીની વોલ્વો બસમાં સહપ્રવાસી બનીને ગાંધીનગર તેમજ અલગ અલગ સ્થળોએથી રવાના થયા હતા.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

ગાંધીનગરથી મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતેથી મુખ્યમંત્રી અને મંત્રીઓ માટે એક વોલ્વો ઉપરાંત મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ સચિવો માટે 4 વોલ્વો, ઉત્તર ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે અમદાવાદ સર્કિટ હાઉસથી તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે વડોદરાથી, દક્ષિણ ગુજરાત માટે સુરતથી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે રાજકોટથી એમ 9 વોલ્વો બસ મારફતે 218 જેટલા લોકો બપોરે એકતા નગર પહોંચશે.

ચિંતન શિબિરમાં પાંચ વિષયો પર મનોમંથન થશે

આ વર્ષે યોજાનારી ચિંતન શિબિરમાં પાંચ વિષયો પર મનોમંથન થવાનું છે. તેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતાનિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ અને ક્ષમતાનિર્માણને આવરી લેવાશે. શિબિરમાં સહભાગી થનારા અધિકારીઓ, પ્રત્યેક ગ્રુપમાં 45, એમ પાંચ ગ્રુપમાં ચર્ચાસત્રોમાં જોડાશે અને ચર્ચાને અંતે પોતાના નિષ્કર્ષ-ભલામણો પ્રસ્તુત કરશે. એટલું જ નહીં, વિવિધ વિષયોના તજજ્ઞો આ સત્રોમાં પ્રેરક માર્ગદર્શન પણ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી સુશાસનની એક મહત્વપૂર્ણ પહેલ ‘સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમે’ હાલમાં જ 20 વર્ષ પૂરા કર્યા છે. એ જ રીતે, 2003 માં શરૂ થયેલી ચિંતન શિબિર પણ પોતાના 20 માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. જેમ, સ્વાગત જેવો ફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્ય રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે પણ અપનાવ્યો છે.

 

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article