Gandhinagar કોર્પોરેશનને ઈમ્પેક્ટ ફી કાયદા હેઠળ 291 અરજી મળી, કાર્યવાહી શરૂ કરાઇ

|

Jan 04, 2023 | 7:36 PM

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઇમ્પેક્ટ ફી કાયદા હેઠળ કોર્પોરેશનને અત્યાર સુધી ઓનલાઇન 291 અરજી મળી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તેની અમલવારી કરવાના ભાગ રૂપે બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Gandhinagar કોર્પોરેશનને ઈમ્પેક્ટ ફી કાયદા હેઠળ 291 અરજી મળી, કાર્યવાહી શરૂ કરાઇ
Gandhinagar Corporation

Follow us on

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઇમ્પેક્ટ ફી કાયદા હેઠળ કોર્પોરેશનને અત્યાર સુધી ઓનલાઇન 291 અરજી મળી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તેની અમલવારી કરવાના ભાગ રૂપે બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાંથી 88 અરજીઓ એવી છે જેમાં જ્યાં સુધી અરજદાર દ્વારા સ્ક્રુટીની ફી ભરવામાં ન આવે ત્યાં સુધી તેવી અરજીઓ પર કોઈ કાર્યવાહી કરી શકાય નહીં. બાકીની 203 અરજીઓ પૈકી 9 અરજીઓ જે દસ્તાવેજની ચકાસણીમાં છે, 12 અરજીઓ સ્થળ તપાસની પ્રક્રિયામાં છે, 108 અરજીઓ કે જે અરજાદારના ખૂટતા દસ્તાવેજો મંગાવવા માટે પત્ર દ્વારા જાણ કરેલ છે. તેમજ 73 અરજીઓ પર કાર્યવાહી પ્રગતિમાં છે.

ઈમ્પેક્ટ ફી કાયદા-2022 નું અમલીકરણ શરૂ

ગાંધીનગર મહાનગરપાલિકાની ટાઉનપ્લાનિંગ શાખા દ્વારા સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી કાયદા-2022 ની જાહેરાત કરવાની સાથે તુરંત જ કામગીરી હાથ ધરીને ખૂબ જ ટૂંકા ગાળામાં નોંધનીય કામગીરી કરવામાં આવેલ છે. વધુમાં જણાવવાનું કે, ઈમ્પેક્ટ ફી કાયદા-2022 નું અમલીકરણ મહાનગરપાલિકા વિસ્તારમાં મહાનગરપાલિકાને કરવાનું હોવાથી તેને લગતી કોઈ પણ પ્રકારની રજૂઆતો ઈન્જિનિયર એસોસિયેશન તેમજ અરજદારો દ્વારા આજ દિન સુધી મળેલ નથી, તેમજ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની રજૂઆત આવશે તો તેનું સુચારૂ નિરાકરણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે તેવી મેયર હિતેશ મકવાણા દ્વારા ખાતરી આપવામાં આવેલ છે.

ગુજરાત સરકાર દ્વારા ઈમ્પેક્ટ કાયદો-2022 દ્વારા ગુજરાત રાજ્યમાં બિન અધિકૃત બાંધકામના માર્જિન અને પાર્કિંગ 50 ટકા ફી સાથે કાયદેસર કરવાનો વટહુકમ 17 ઓકટોબર 2022થી અમલમાં આવ્યો છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

બિન અધિકૃત બાંધકામના માર્જીન અને પાર્કિંગ 50 ટકા ફી સાથે કાયદેસર થશે

ગુજરાત સરકારે 18 ઓકટોબર 2022 ના રોજ ઇમ્પેક્ટ ફીને લઇને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો  હતો.હવે બિન અધિકૃત બાંધકામના માર્જીન અને પાર્કિંગ 50 ટકા ફી સાથે કાયદેસર થશે.રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે બાંધકામ નિયમિત કરવા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. વર્ષ 2011માં અનેક જગ્યાએ અનધિકૃત બાંધકામ થયા હતા.લોકોની ઈચ્છા હતી કે આ મામલે સરકાર ત્વરિત કોઈ નિર્ણય કરે જેથી આ વટહુકમથી લોકોને ખૂબ મોટો ફાયદો થશે. તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને બાંધકામ નિયમિત કરતો વટહુકમનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. રેરા સિવાયના બાંધકામોને સરકારના નિર્ણયથી ફાયદો થશે સાથે જ વાઘાણીએ કહ્યું કે ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે કે 1 ઓકટોબર 2022 પહેલાના બાંધકામોને ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે.

50 ચો.મીટર માટે 3 હજાર ફી નિયત કરાઈ છે.જ્યારે 50થી 100 ચો.મીટર સુધી 6 હજાર ફી, 100થી 200 ચો.મીટર સુધી 12 હજાર ફી નક્કી કરવામાં આવી છે.તો 50 ચો.મીટર માટે 3 હજાર ફી નક્કી કરવામાં આવી છે.સાથે જ વાઘાણીએ દાવો કર્યો કે આંતર માળખાકીય સવલતો માટે મળેલી ફીની રકમનો ઉપયોગ થશે. તેમજ ઈમ્પેક્ટ ફીની રકમથી જે-તે શહેરની આંતરમાળખાકીય સવલતો ઉભી કરવામાં આવશે.

Next Article