Gandhinagar: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા OBC સમાજની વસ્તી મુજબ અનામતની કોંગ્રેસે કરી માગ, સરકારની જાહેરાતને અન્યાય સમાન ગણાવી

|

Aug 29, 2023 | 10:11 PM

Gandhinagar: કોંગ્રેસે 27 % OBC અનામતની સરકારની જાહેરાતને સમાજને ગેરમાર્ગે દોરનારી અને અન્યાય સમાન ગણાવી છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે સરકાર ઝવેરી પંચની ભલામણોને ઘોળીને પી ગઈ છે. આ સાથે કોંગ્રેસે OBC સમાજની વસ્તી મુજબ અનામતની માગ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યુનિટ પ્રમાણે વસ્તી ગણતરી કરાવી અનામત આપવાની કોંગ્રેસે માગ કરી છે.

Gandhinagar: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા OBC સમાજની વસ્તી મુજબ અનામતની કોંગ્રેસે કરી માગ, સરકારની જાહેરાતને અન્યાય સમાન ગણાવી

Follow us on

Gandhinagar: રાજ્ય સરકારે OBC અનામત અંગેના ઝવેરી પંચની ભલામણો સ્વીકારતી જાહેરાત કર્યા બાદ કોંગ્રેસે OBC સમાજ સાથે અન્યાયનો રાગ આલાપ્યો છે. સુપ્રીમ કોર્ડની ગાઈડલાઇન્સ મુજબ યુનિટ દીઠ જ્યાં જેની જેટલી વસ્તી એટલું અનામત આપવું જોઈએ જો કે ભાજપ સરકારે માત્ર 27 ટકા જ અનામત આપી OBC સમાજ સાથે અન્યાય કર્યો હોવાનું દાવો કોંગ્રેસે કર્યો. સરકારે સ્થાનિક સ્વરાજ્યમાં ઓબીસી અનામતની જાહેરાત કર્યા બાદ પણ કોંગ્રેસ નારાજ છે.

OBC સમાજને ગેરમાર્ગે દોરનાર જાહેરાત ?

કોંગ્રેસના નેજા હેઠળ 22 ઓગષ્ટએ OBC સ્વાભિમાન ધરણા ગાંધીનગરમાં યોજાયા બાદ સ્થાનિક સ્વરાજ્યમાં OBC અનામત અંગેના ઝવેરી પંચની ભલામણોનો સ્વીકાર કર્યો છે. ત્યારે કોંગ્રેસ આ જાહેરાતને OBC સમાજને ગેરમાર્ગે દોરનારી ગણાવી રહી છે. એમનો દાવો છે કે સુપ્રીમ કોર્ટના 2010 અને 2021 ના ચુકાદા પ્રમાણે દરેક રાજ્ય પોતાના વિસ્તારમાં OBCની વસ્તીના આધારે સ્થાનિક સ્વરાજ્યમાં યુનિટ પ્રમાણે અનામત આપે એવું જણાવાયું હતું.

જો કે 2021 માં ચુકાદો આવ્યા બાદ રાજ્યમાં જે ગ્રામ પંચાયતની ચુટણીઓ જાહેર થઇ તેમાં 10 ટકા અનામત રદ કરી ચુંટણીઓ જાહેર કરી હતી. ત્યારબાદ વિરોધ થતા ચૂંટણીઓ રદ થઈ અને સરકારે કે એસ ઝવેરીના વડપણ હેઠળ સમર્પિત આયોગની રચના કરી. હવે જે જાહેરાત કરવામાં આવી છે એમાં પણ OBC સમાજની વસ્તી પ્રમાણે તો અનામત આપવામાં જ નથી આવ્યું. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈનને સરકાર ઘોળીને પી ગઈ છે એવો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ઝવેરી પંચનો રિપોર્ટ પબ્લિક ડોમેઈનમાં મુકો: ચાવડા

યુનિટ પ્રમાણે વસ્તી ગણતરી કરાવી અનામત આપવાનો સુપ્રીમ ચુકાદો હતો.  હાલ મહાનગરપાલિકાઓમાં 40 ટકા અને નગરપાલિકા માં 54 ટકા OBC છે. રીપોર્ટની ભલામણ પ્રમાણે અમલ થાય તો અમદાવાદ જેવા શહેરમાં OBC સમાજને 40 ટકા અનામત મળે.

જો કે સરકારે 27 ટકા અનામતની જાહેરાત કરી OBC સમાજ સાથે અન્યાય કર્યો હોવાનું જણાવી કોંગ્રેસ વસ્તી પ્રમાણે અનામત આપવાની માગ કરી. 27 ટકા અનામત કોઇ પણ ભોગે યોગ્ય ના હોવાનું ચાવડાએ જણાવ્યુ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો પુરતી અનામત નહીં મળે તો અગામી સમયમાં ઉગ્ર લડત આપવામાં આવશે. કોંગ્રેસ દ્વારા  માંગણી કરવામાં આવી છે કે ઝવેરી કમીશનનો રીપોર્ટ પબ્લીકમાં જાહેર કરવામાં આવે.

ઝવેરી પંચના રિપોર્ટ પર ચર્ચા કરવા કોંગ્રેસનો સરકારને ખુલ્લો પડકાર

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે અભ્યાસ કર્યા બાદ કાયદાકીય લડાઇ લડવામાં આવશે. ન્યાયીક, રાજકીય અને જરૂર પડે રસ્તા પર ઉતરી અધિકારીતાની લડાઇ પણ લડવામાં આવશે. કમલમમાં બેસી રાજકીય ફાયદા પ્રમાણેની જાહેરાત કરાઇ છે. OBCને મળવા પાત્ર અનામત ન મળે માટે 27 ટકાની અનામત બાંધવામાં આવી અને લોકોને ગુમરાહ કરવા ફટાકડા ફોડી હાર તોરા કરાઈ રહ્યા છે. ભાજપના નેતાઓને જાહેર મંચ પર ઝવેરી પંચના રીપોર્ટ પર ચર્ચા કરવા આહ્વાન કરું છું.

અગાઉ સ્થાનિક સ્વરાજ્યમાં 10 ટકા અનામત હતું તે સરકારે આદિવાસી પ્રભુત્વ વાળા 61 તાલુકાઓમાં 10 ટકા લેખે જારી રાખ્યું છે. જો કે ત્યાં 10 ટકા OBC પણ નથી ત્યારે કોંગ્રેસનું કહેવું છે કે સરકારે સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા સહિતના કેટલાક જિલ્લાઓ કે જ્યાં 80 ટકા કરતા પણ વધારે OBC છે તો એ બધી જગ્યાઓ પર વસ્તી પ્રમાણે 50 ટકા થી વધારે અનામત ના થાય એ મુજબ જેની જ્યાં જેટલી વસ્તી એટલું અનામત આપવામાં આવે તો તમામ વર્ગને લાભ થઈ શકે.

આ પણ વાંચો: Chandrayaan 3 Breaking News : ઈસરોને મળી મોટી સફળતા, ચંદ્ર પર ઓક્સિજન હોવાના પૂરાવા મળ્યા

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:49 pm, Tue, 29 August 23

Next Article