ગાંધીનગરના (Gandhinagar) સરઢવ ગામમાં માધ્યમિક શાળાના જન્મદિનની (SCHOOL Birthday) ઉજવણી થશે. જેમાં વૃક્ષારોપણ-પશુ સારવાર કેમ્પનું આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે CM ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) ઉપસ્થિતીમાં આયોજન થનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મંગળવારે તા.12 એપ્રિલે સવારે 6-30 કલાકે ગાંધીનગર નજીકના સરઢવ ગામે પ્રભાત ફેરીમાં સહભાગી થશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ‘‘ગામમાં ઉજવીએ વિકાસ ઉત્સવ’’ની સંકલ્પના સાથે સરઢવમાં ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં બહુવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સરઢવ ગામની પ્રભાત ફેરીમાં જોડાઇને આત્મનિર્ભર ભારતની આઝાદીનું ગૌરવ ગાન કરવા સાથે સ્વાતંત્ર્ય વીરોના સપનાના રાષ્ટ્રના નિર્માણની જનચેતના ગ્રામજનોમાં ઉજાગર કરશે.
સરઢવની માધ્યમિક શાળાની સ્થાપનાના 80માં વર્ષની ઉજવણીમાં તેઓ ઉપસ્થિત રહેશે. એટલું જ નહિ, ગામમાં પ્રતિકરૂપે વૃક્ષારોપણ કરશે અને સરઢવ પશુ દવાખાના ખાતે નેશનલ એનિમલ કંટ્રોલ ડિસીઝ પ્રોગ્રામ અન્વયે પશુ રસીકરણ કેમ્પનો પણ પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરઢવમાં જે ધરતીપુત્રોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમની સફળતાની ગાથા પણ આ અવસરે જાણવાના છે.
આજે મુખ્યમંત્રીએ મોરબીમાં શ્રી રામ કથામાં હાજરી આપી
મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આયોજિત શ્રી રામ કથા અંતર્ગત ગૌ મહિમા સત્સંગ સભાને સંબોધન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે પ્રાકૃતિક ખેતી અને ગૌ રક્ષણના માર્ગે ચાલવાનું આહ્વાન સૌને કર્યું હતું. મંત્રીએ વધુમાં કહ્યું કે, અલગ-અલગ સમાજ સમુદાય કે વ્યવસાય-વર્ગમાંથી આવતા આપણા સૌનો ધ્યેય એક જ છે. ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ સૌનુ લક્ષ્ય છે. આ લક્ષ્યની પ્રપ્તિ માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સહાયરૂપ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કાર્યક્રમના પ્રારંભે શ્રીરામ કથાના વ્યાસાશન પર સ્થિત પોથીની આરતી ઉતારી તેનું પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં શહિદવીર પરિવારજનોને 1-1 લાખ રૂપિયાની સહાય નિધિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ગૌશાળાના નિભાવ માટે રૂપિયા 500 કરોડની બજેટમાં જોગવાઇ કરવા બદલ ગૌશાળા સંચાલકો, ગૌભક્તો તેમજ પાંજરાપોળ સંચાલકો દ્વારા મુખ્યમંત્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :ગુજરાત હજ સમિતિ દ્વારા હજ-2022 માટે નવી માર્ગદર્શિકા જાહેર, આગામી 22 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
આ પણ વાંચો :ગુજરાતમાં આજે કોરોનાના નવા 35 કેસ નોંધાયા, કુલ એક્ટીવ કેસની સંખ્યા 148 થઇ
Published On - 8:52 pm, Mon, 11 April 22