Gujarati NewsGujaratGandhinagarGandhinagar: This is CM Bhupendra Patel's new cabinet these responsibilities of these ministers, know the full details
Gandhinagar: આ છે CM ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ- આ મંત્રીઓને કરવામાં આવી ખાતાની ફાળવણી જાણો સમગ્ર વિગતો
ગુજરાતમાં આજથી ભાજપના નેતૃત્વવાળી ભૂપેન્દ્ર પટેલની સરકાર ફરીથી સત્તારૂઢ થઈ છે. તેમજ સરકારમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરીને નવા મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે ત્યારે મંત્રીઓ હવે પોતાને સોંપાયેલી જવાબદારીઓમાં વ્યસ્ત થઈ જશે.
Follow us on
ગુજરાતમાં આજથી ભાજપના નેતૃત્વવાળી ભૂપેન્દ્ર પટેલની સરકાર ફરીથી સત્તારૂઢ થઈ છે. તેમજ સરકારમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરીને નવા મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે ત્યારે મંત્રીઓ હવે પોતાને સોંપાયેલી જવાબદારીઓમાં વ્યસ્ત થઈ જશે. નવા 16 મંત્રીઓએ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે જ શપથ લીધા હતા. રાજકારણની તવારીખ પર નજર કરીએ તો છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. જેમાં નરેન્દ્ર મોદીથી માંડી આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીથી માંડી ભૂપેન્દ્ર પટેલ સુધીના મુખ્યપ્રધાન શપથ લઈ ચૂક્યા છે. નરેન્દ્ર મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહ્યા. જેમાં તેમણે 4 વખત શપથ લીધા. 22 મે 2014ના રોજ આનંદીબેન પટેલ મુખ્યપ્રધાન બન્યા. 7 ઓગસ્ટ 2016નાં રોજ વિજય રૂપાણી મુખ્યપ્રધાન બન્યાં. હવે ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યપ્રધાાન બન્યાં છે અને તેમના નવા મંત્રીમંડળે પણ આજથી જવાબદારીઓ સંભાળી લીધી છે.
જાણો કોના ફાળે આવ્યું, કયું ખાતું? નવા મંત્રીમંડળમાં CM સિવાય 16 સભ્યનો સમાવેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંભાળશે રાજયની ધૂરાં
સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો
આ છે કેબિનેટ કક્ષાના મંત્રીઓ
ઋષિકેશ પટેલ -આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
ડો. કુબેર ડીંડોર- આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ભીખુસિંહ પરમાર- અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
કુંવરજીભાઇ હળપતી- આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ
રાજ્ય સરકારમાં 2 પ્રવક્તા મંત્રીની નિમણૂક કરાઈ
કનુભાઈ દેસાઈ
ઋષિકેશ પટેલ
નવા પ્રધાન મંડળમાં નવા જૂનાનો તાલમેલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસી કુળના ત્રણ મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાંથી 5 અમે સૌરાષ્ટ્રમાંથી 5 પ્રધાનોએ શપથ લીધા છે.મધ્ય અને ઉત્તર ગુજરાતના ત્રણ ત્રણ ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રુપાણી સરકારના ત્રણ જૂના જોગીઓનો પણ મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દલિત, બ્રાહ્મણ અને આદિવાસી સમાજના એક એક ચહેરાને સ્થાન આપવામાં આવ્યુ છે.