ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાટ ગામમાં બોગસ વોટિંગનો આપનો આક્ષેપ

|

Oct 03, 2021 | 2:32 PM

આમ આદમી પાર્ટીએ ગાંધીનગરના વોર્ડ નંબર 11ના ભાટ ગામમાં બોગસ વોટિંગનો થતું આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ બોગસ વોટિંગ કરાવી રહ્યું છે.

ગુજરાતની(Gujarat)ગાંધીનગર મહાનગરપાલિકા(Gandhinagar Corporation)માટે હાલ ત્રિપાંખીયો જંગ ચાલી રહ્યો છે. જેમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટીએ પણ તેના 40 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જો કે આજે સવારથી આમ આદમી પાર્ટીના કાર્યકરો અલગ અલગ રીતે વિવાદ કરીને ચર્ચામાં રહ્યાં છે.

આ દરમ્યાન આમ આદમી પાર્ટીએ ગાંધીનગરના વોર્ડ નંબર 11ના ભાટ ગામમાં બોગસ વોટિંગનો થતું આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ બોગસ વોટિંગ કરાવી રહ્યું છે. તેમજ આ અંગે આપની લીગલ ટીમે વાંધો લેતા ગાંધીનગર એસપી મયુર ચાવડા ઘટના સ્થળે પહોંચ્યા હતા.

જો કે ગાંધીનગર મનપાની ચૂંટણીનું સવારથી જોરશોરથી મતદાન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીના માતા હીરા બા એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.ભાજપ નેતા ભીખુ દલસાણીયાએ પણ મતદાન કર્યું અને ભાજપની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તો સાથે કોંગ્રેસ ધારાસભ્ય સી જે ચાવડા અને કોંગ્રેસના સિનિયર નેતા મધુસુદન મિસ્ત્રીએ મતદાન કરી કોંગ્રેસની જીત થશે તેવો દાવો કર્યો હતો.

જ્યારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સેક્ટર 19ના મતદાન મથક પર મતદાન કર્યું હતું. શક્તિસિંહ ગોહિલ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં બાઈક પર મત આપવા પહોંચ્યા હતા. શક્તિસિંહે કહ્યું કે દેશમાં ફોર વ્હીલર ચલાવતા લોકો ટુ વ્હીલર પર અને ટુ વ્હીલર ચલાવતા લોકો સાયકલ પર આવી ગયા છે. ગાંધીનગરની જનતાને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી કોંગ્રેસને આશીર્વાદ આપવા પણ શક્તિસિંહ ગોહિલે અપીલ કરી હતી.

આ પણ  વાંચો : આપ નેતા વિજય સુંવાળાએ વોટિંગ કરતો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં વિવાદ

આ પણ વાંચો :  અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં, તૈયાર કરવામાં આવ્યો પ્રથમ સેગમેન્ટ

Published On - 2:31 pm, Sun, 3 October 21

Next Video