Gandhinagar: કલોલ તાલુકા પંચાયતમાં સત્તા પલટો, ભાજપના બબીતા સાકરજી બન્યા તાલુકા પ્રમુખ, કોંગ્રેસના ત્રણ સભ્યો ગૂમ થવા પર વિધાનસભામાં કોંગ્રેસે કર્યો હતો વિરોધ

|

Sep 13, 2023 | 4:04 PM

Gandhinagar: ગાંધીનગર જિલ્લાની કલોલ તાલુકાપંચાયતના 2 સભ્યોનું બુધવાર સવારે અપહરણ થયા બાદ કોંગ્રેસે તાલુકા પંચાયત ગુમાવી છે. કોંગ્રેસના નેતાઓએ વિધાનસભામાં આ મુદ્દાને લઈ પોતાનો વિરોધ નોંધાવતા રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી અને મંત્રીઓના સન્માનનો ઇનકાર કર્યો હતો. વિધાનસભા પરિસરમાં દેખાવો કરી પોલીસને સરકારની દલાલ ગણાવી.

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પંચાયતના બે સભ્યોના અપહરણનો મુદ્દો વિધાનસભા સુધી ગુંજયો હતો. સવારે કલોલ તાલુકા પંચાયતના બે સદસ્યોને પોલીસ બળજબરી પૂર્વક ઉઠાવી ગયા બાદ કોંગ્રેસે પોલીસે અપહરણ કર્યું હોવાનો દાવો કર્યો હતો.

સવારની કલોલની ઘટના બાદ 10 કલાકે શરૂ થયેલ ઇ-વિધાનસભા કાર્યક્રમમાં કોંગ્રેસે પ્રતીક વિરોધ નોંધાવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંની ઉપસ્થિતિમાં કોંગ્રેસના અલગ-અલગ સભ્યોએ મુખ્યમંત્રી, મંત્રીઓનું સન્માન કરવાનું ટાળ્યું હતું. અગાઉથી નક્કી થયા મુજબ મુખ્યમંત્રીના સન્માન માટે અમિત ચાવડા, ઋષિકેશ પટેલના સન્માન માટે શૈલેષ પરમાર અને જેઠાભાઇ ભરવાડના સન્માન માટે સી જે ચાવડાનું નામ બોલાયું હતું. જો કે કોંગ્રેસ નેતાઓ સન્માન કરવા ઉભા ના થઇ પોતાનો પ્રતીકાત્મક વિરોધ દર્શાવ્યો હતો.

કોંગ્રેસ ધરાસભ્યોના વિધાનસભા પ્રવેશ દ્વારે દેખાવો

ઈ-વિધાનસભા લોન્ચિંગ પ્રસંગે રાષ્ટ્રપતિનું પ્રવચન પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે દેખાવો યોજ્યા. ‘ગુજરાત પોલીસ, ભાજપની દલાલ’ તેમજ સરમુખત્યારશાહીના પોસ્ટરો સાથે દેખાવો કરાયા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વિધાનસભા માં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ગાંધીના ગુજરાતમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત હોય અને સરકારની દલાલી કરતી પોલીસ અપહરણ કરે છે અને વારંવારની રજુઆત બાદ પણ અમારા સભ્યોને છોડવામાં ના આવ્યા.

ગુજરાતમાં પોલીસની મદદથી લોકશાહીનું હનન થઈ રહ્યું છે ત્યારે અમે રાષ્ટ્રપતિને રજુઆત કરવા માંગતા હતા. જો કે સમય મળ્યો ના હતો અને અમે પ્રતીકાત્મક વિરોધ કરવા માંગતા હતા. અમે રાષ્ટ્રપતિનું અપમાન નથી કર્યું પરંતુ રાષ્ટ્રપતિની ઉપસ્થિતિ હોય ત્યારે લોકશાહીનું હનન થાય એ રાષ્ટ્રપતિનું અપમાન છે.

આ પણ વાંચો: CBSE એ બોર્ડ પરીક્ષાની નોંધણી માટે માર્ગદર્શિકા બહાર પાડી, અહીં મળશે ફ્રી પ્રેક્ટિસ પેપર

કોંગ્રેસ શાસિત કાલોલ તાલુકા પંચાયત ભાજપે છીનવી

કલોલ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોના અપહરણ બાદ યોજાયેલ ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત ભાજપે આંચકી લેતા ભાજપના બબીતા સાકરજી નવા પ્રમુખ તરુકે પસંદ કરાયા હતા. કોંગ્રેસના ત્રણ સભ્યો મતદાન સમયે ગેરહાજર રહેતા ભાજપની જીત થઈ હતી.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:59 pm, Wed, 13 September 23

Next Article