Gandhinagar : બાયોડિઝલનો કાળો કારોબાર કરનારાઓને બક્ષવામાં નહીં આવે : પ્રદીપસિંહ જાડેજા

|

Aug 28, 2021 | 8:00 AM

પ્રદિપસિંહે સંકેત આપી દીધો છે કે બાયોડિઝલનો બેફામ રીતે કરાતો વેપલો રોકવા માટે સંયુક્ત રીતે ઝૂંબેશ હાથ ધરાશે. જેમાં ગૃહવિભાગ, પુરવઠા વિભાગ અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કાર્યવાહી કરશે.

Gandhinagar : રાજ્યમાં બાયોડિઝલનો કાળો કારોબાર કરનારાઓને બક્ષવામાં નહીં આવે. આ ચેતવણી આપતું નિવેદન કર્યું છે રાજ્યના ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ. પ્રદિપસિંહે સંકેત આપી દીધો છે કે બાયોડિઝલનો બેફામ રીતે કરાતો વેપલો રોકવા માટે સંયુક્ત રીતે ઝૂંબેશ હાથ ધરાશે. જેમાં ગૃહવિભાગ, પુરવઠા વિભાગ અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કાર્યવાહી કરશે. જેના માટે સરકારે SOP પણ તૈયાર કરી છે. મહત્વપૂર્ણ છે કે બાયોડિઝલને ગેરકાયદે વેપાર રોકવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલને જવાબદારી સોંપવામાં આવી હોવાનું ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહે જણાવ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે બાયોડિઝલનો ગેરકાયદે વેપાર કરનારાઓ સામે તવાઇ બોલાવી છે.અને કુલ 324 ગુનામાં 484 આરોપીઓની ધરપકડ કરી છે.તો આરોપીઓ પાસેથી કુલ 22.31 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે.સાથે જ ભેળસેળયુક્ત બાયોડિઝલનો 38.95 લાખ લીટરનો જથ્થો સીઝ કરાયો છે.જ્યારે 11.36 કરોડના કુલ 222 વાહનો પણ પોલીસે જપ્ત કર્યા.આમ આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ યથાવત રહેશે.

નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસોથી રાજયમાં બાયોડિઝલના કાળો કારોબારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પેટ્રોલ-ડિઝલના ભાવવધારાને પગલે બાયોડિઝલનો ગોરખધંધો ખુબ જ ફુલ્યો ફાલ્યો છે. જેથી રાજ્ય સરકારે આ અંગે લાલ આંખ કરી છે. અને, આવા ગોરખધંધા કરતા શખ્સોને ચેતવણી આપી છે.

 

આ પણ વાંચો : Vadodara : ઉત્તરપ્રદેશનો ચર્ચાસ્પદ ધર્માંતરણ કેસ, આફમી ટ્રસ્ટ અંગે નોંધાયેલા ગુનામાં ધરપકડનો દૌર શરૂ

આ પણ વાંચો : સુરતમાં સાકાર થનારો જેમ્સ એન્ડ જવેલરી પાર્ક વિશ્વકક્ષાનો બનાવાશેઃ સીએમ રૂપાણી

Next Video