Gandhinagar: ડુંગળીના તળિયે ગયેલા ભાવ અંગે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી, ગીતા બા જાડેજા સહિત APMCના હોદ્દેદારોની CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત

|

Feb 27, 2023 | 11:10 PM

ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને થઈ રહેલા નુકસાનથી બચાવવા રાજ્ય સરકારે અગાઉ પણ સહાયની જાહેરાત કરી હતી. જેથી આ વખતે પણ સરકાર જરૂરી નિર્ણય લેશે તેવી એપીએમસીના હોદ્દેદારોએ આશા વ્યક્ત કરી છે. ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો

Gandhinagar: ડુંગળીના તળિયે ગયેલા ભાવ અંગે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી, ગીતા બા જાડેજા સહિત APMCના હોદ્દેદારોની CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત

Follow us on

કહેવામાં તો એ ગરીબોની કસ્તૂરી છે પણ હાલ ખેડૂતોને રડાવી રહી છે. ડુંગળીના ભાવ એટલા તળિયે બેસી ગયા છે કે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના વાવેતર પાછળ ખેડૂતોએ જે ખર્ચ કર્યો હતો તેટલા પણ ભાવ નહીં મળતા આખરે ખેડૂતો સરકારની મદદ માગી રહ્યા છે.  ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુ વાઘાણીના નેતૃત્વમાં ડુંગળીના ઘટેલા ભાવ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતને ખૂબ જ સંવેદના સાથે ગંભીરતાથી સાંભળીને ખેડૂતોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવા તૈયારી દર્શાવી હતી.

ડુંગળીના ઘટી ગયેલા ભાવ સંદર્ભે ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેવા આજે ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુ વાઘાણીના નેતૃત્વમાં મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામ પટેલ, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી.

ડુંગળીના ભાવની રજૂઆત અંગેની બેઠકમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને તળાજા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ રજૂઆતને ખૂબ જ સંવેદના સાથે ગંભીરતાથી સાંભળી હતી અને ખેડૂતોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવા તૈયારી પણ દર્શાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને થઈ રહેલા નુકસાનથી બચાવવા રાજ્ય સરકારે અગાઉ પણ સહાયની જાહેરાત કરી હતી. જેથી આ વખતે પણ સરકાર જરૂરી નિર્ણય લેશે તેવી એપીએમસીના હોદ્દેદારોએ આશા વ્યક્ત કરી છે. ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો , જે માટે આગેવાનોએ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

સૌરાષ્ટ્રમાં ડુંગળીનું હબ ગણાતા મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની કુલ 6 લાખથી વધુ આવક થઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી વેચવા યાર્ડમાં આવ્યા હતા, પરંતુ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ડુંગળીના 50થી 90ના આસપાસ ભાવ મળતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. મોંઘાભાવના બિયારણ સામે ખેડૂતોનો ખર્ચ પણ નહીં નીકળતા ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.

ગરીબોની કસ્તૂરીએ ખેડૂતોને રડાવ્યા

ડુંગળીના ભાવ એટલા તળિયે બેસી ગયા છે કે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. રાજકોટના રાયડી ગામમાં ડુંગળીના ભાવ નહીં મળવાને કારણે ખેડૂતોએ તૈયાર પાકમાં પશુઓને ચરવા મુકી દીધા છે. રાયડી ગામના એક ખેડૂતે 20 વીઘાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે, તેને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના વાવેતર સમયે કરેલ ખર્ચ નહીં નીકળતા ખેડૂતો નારાજ છે. ધોરાજી યાર્ડમાં ખેડૂતોને પ્રતિ મણ ડુંગળીના ફક્ત 50થી 60 રૂપિયા મળી રહ્યા છે. જેથી ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ડુંગળીના મણ દીઠ ભાવ હાલ માર્કેટમાં 50 રૂપિયા થઈ જતા તાત પરેશાન થઈ ગયો છે. ડુંગળીનો ભાવ કિલો દીઠ બેથી ત્રણ થઈ જતા તાત પાયમાલ થયો છે. ડુંગળીનો વાવણીના ખર્ચ જેટલો પણ ભાવ ખેડૂતોને મળી રહ્યો નથી. જેથી અનેક ખેડૂતો ડુંગળી યાર્ડ સુધી લાવવાને બદલે પશુઓને ખવડાવવા માટે ફેંકવા મજબૂર બન્યા છે. ખેડૂતો રાજ્ય સરકાર પાસે ડુંગળીના પોષણક્ષમ ભાવની માગણી કરી રહ્યાં છે. ઉપરાંત સરકાર તરત જ ડુંગળીની નિકાસના નિયમો હળવા કરે તેવી આશા રાખી રહ્યાં છે.

Published On - 10:41 pm, Mon, 27 February 23

Next Article