Gandhinagar : વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, પેપર લીક મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં, ગૃહ બહાર કોંગ્રેસના વિરોધ પ્રદર્શન

Gandhinagar : વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, પેપર લીક મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં, ગૃહ બહાર કોંગ્રેસના વિરોધ પ્રદર્શન

| Edited By: | Updated on: Feb 23, 2023 | 2:59 PM

Gandhinagar : આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત કોંગ્રેસ વિપક્ષ નેતાના પદ વગર ભાગ લેશે. કોંગ્રેસને વિપક્ષ પદ ન મળતા સી.જે.ચાવડાએ નારાજગી વ્યક્ત કરી છે.

Gandhinagar : આજથી રાજ્યમાં 15મી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે. આજથી આગામી 29 માર્ચ એટલે 25 દિવસ સુધી વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે.આ સત્રમાં અનેક મહત્વના બિલ રજૂ કરવામાં આવશે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ પેપર લીક મુદ્દે બિલ આવશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 રજૂ કરશે. ગુજરાતના સમાચાર અહીં વાંચો.

બજેટ સત્રમાં પેપરલીક વિરોધી બિલ પસાર કરાશે

રાજ્યપાલના સંબોધનથી શરૂ થનારા બજેટ સત્રમાં સૌપ્રથમ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે. અને ત્યારબાદ બપોરે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 ગૃહમાં રજૂ કરીને સરકાર પેપરલીક વિરોધી બિલને સર્વાનુંમતે પસાર કરવાનો પ્રયાસ કરશે. તો 24 ફેબ્રુઆરીએ ભૂપેન્દ્ર પટેલ સરકારનું બીજુ બજેટ રજૂ થશે. અને નાણાપ્રધાન કનુ પટેલ વિધાનસભામાં આગામી વર્ષનું અંદાજપત્ર રજૂ કરશે. 29 માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રમાં, બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરવામાં આવશે.

પેપર લીક મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં

આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત કોંગ્રેસ વિપક્ષ નેતાના પદ વગર ભાગ લેશે. કોંગ્રેસને વિપક્ષ પદ ન મળતા સી.જે.ચાવડાએ નારાજગી વ્યક્ત કરી છે. ધારાસભ્ય સી.જે.ચાવડાએ જણાવ્યું કે સરકારે ભલે વિપક્ષનું પદ ના આપ્યું પરંતુ અમે જનતાનો અવાજ ઉઠાવીશું. કોંગ્રેસના ધારાસભ્યો સકારાત્મક રીતે પ્રજાના પ્રશ્નો ઉઠાવશે અને કોંગ્રેસ એક સકારાત્મક વિરોધ પક્ષ તરીકે કામ કરશે. તો પેપરલીક મુદ્દે કોંગ્રેસ ગૃહ બહાર પ્લેકાર્ડ દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો.

શુક્રવારે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રાજ્યનું બજેટ રજૂ કરશે. આ વખતે બજેટના કદમાં માતબર વધારાની શક્યતા છે.પેપરલીકની ઘટનાઓના પગલે સરકારે સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા નવો કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે. જે અંગેનું બિલ પણ પ્રથમ દિવસે જ રજૂ કરવામાં આવશે. તો બીજી તરફ પેપરલીક મામલે વિપક્ષ કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસે સરકારને ઘેરવા માટે વિરોધ નોંધાવ્યો છે.

Published on: Feb 23, 2023 02:59 PM