હાલમાં ગાંધીનગર (Gandhinagar) ખાતે ડિફેન્સ એક્સપો (Defense Expo ) ચાલી રહ્યો છે ત્યારે ત્યાં સ્વદેશી અર્જુન ટેંકનું નિર્દશન કરવામાં આવ્યું હતું. ભારતીય સેનામાં સામેલ થવા માટે અર્જુન ટેંક માર્ક વન આલ્ફા સજ્જ છે. અર્જુન ટેંક માર્ક વનમાં 71 નવા અપડેટ કરી અર્જુન માર્ક વન આલ્ફા (Arjun Mark One Alpha ) બનાવવામાં આવી છે. DRDOના વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ સેલ્વમે જણાવ્યું હતું કે આ ટેંક યુદ્ધસ્થળે દુશ્મનોના દાંત ખાટા કરવા માટે સક્ષમ છે. આ અત્યાધુનિક ટેંક દિવસ રાત દેશની રક્ષા કરશે. આ ટેંક પર રિંમોટ કંટ્રોલ વેપન સિસ્ટમ હશે જેના માધ્યમથી ટેંક અંદરથી જ ફાયર કરવા સક્ષમ છે. આ સાથે ટેંક લો ફ્લાય હેલિકોપ્ટર,લો ફ્લાય એરિયલ ટાર્ગેટ અને ગ્રાઉન્ડ પર 2 કિમી દૂર સુધી ટાર્ગેટ કરવા માટે સક્ષમ છે. આ ટેંક લેઝર વોર્નિંગ કાઉન્ટરની સુવિધા અને LWCSથી પણ સજ્જ છે તથા ટેંકની ચાર બાજુ લાગેલા સેન્સરથી દુશ્મનની 360 ડિગ્રી ની ગતિવિધિ પર નજર રાખી શકાશે તથા ટેંકમાં 4 ક્રુ મેમ્બર તૈનાત રહેશે જે DCHથી સજ્જ હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે ગત રોજ વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરેથી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને (Defense Expo) ખુલ્લો મુક્યો હતો. સાથે જ ડીસાના 52 વિંગ એરફોર્સ સ્ટેશનનો શિલાન્યાસ કર્યો. બનાસકાંઠાના ડીસામાં નવા અને આધુનિક એરબેઝને વિકસિત કરવામાં આવશે. ડીસામાં વિકસિત થનારું આ એરબેઝ દેશની વાયુસેનાઓની સીમાઓને સુરક્ષિત રાખવાની રણનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રદર્શનમાં ભારતીય સેનાનું પરાક્રમ, શૌર્ય, હિંમત અને હાઈટેક શસ્ત્રોને ગુજરાતની પ્રજા નજીકથી નિહાળી શકશે. ગુજરાતમાં ભવ્ય ડિફેન્સ એકસ્પોનું 18થી 22 ઓક્ટોબર સુધી આયોજન કરાયું છે. ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ડિફેન્સ એકસપોનું ભવ્ય આયોજન કરાયું છે.