Gandhinagar : અમિત શાહે E-FIR સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિ-નેત્રનું પણ ઉદઘાટન કર્યુ

|

Jul 23, 2022 | 6:43 PM

ગુજરાતની (Gujarat) મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી ગાંધીનગરના સાંસદ અમિત શાહે(Amit Shah) આજે ગાંધીનગર ખાતે ઇ-એફઆઇઆર(E-FIR) સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતી.

Gandhinagar : અમિત શાહે E-FIR સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિ-નેત્રનું પણ ઉદઘાટન કર્યુ
Amit Shah E FIR

Follow us on

ગુજરાતની (Gujarat)  મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી ગાંધીનગરના સાંસદ અમિત શાહે(Amit Shah) આજે ગાંધીનગર ખાતે ઇ-એફઆઇઆર(E-FIR)  સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતી. તેમજ તેની સાથે રાજયકક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિ-નેત્રનું પણ ઉદઘાટન કર્યુ હતું આ ઉપરાંત તેમણે પોલીસ ભવન ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યૂનિટ વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ ઉપરાંત તેમણે પોલીસ જવાનો માટેના 10 હજાર બૉડી વોર્ન કેમેરાનું રાજ્ય વ્યાપી રોલ આઉટ કરાવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું કે પીએમ મોદીની આગેવાનીમાં ગુજરાતમાં છેલ્લા એક દાયકાથી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થઈ છે અને કાયદો અને સુવ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ચોક્કસ પગલાં લેવાયા છે.

હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા પણ અપીલ કરી

જેના પરિણામે રાજ્યમાં શાંતિ જળવાઈ રહી છે. તેમજ નાગરીકોને સુરક્ષા અને સુવિધા સાથે સેવાઓ સુગમતાથી અને તાત્કાલિક મળે તે માટે ઓનલાઇન એફઆઇઆર વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે. તેમજ ગુનાઓ ઘટાડવા માટે પોલીસ તંત્રને ટેકનોલોજીથી સક્ષમ બનાવવું જરૂરી છે.  આ ઉપરાંત તેમણે ગુજરાતનાં નાગરિકોને આગામી સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઘેર ઘેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા પણ અપીલ કરી હતી.

 ફરિયાદીને એસએમએસથી જાણ કરવામાં આવશે

ઓનલાઇન એફઆઇઆર વ્યવસ્થાથી વાહન ચોરી અને મોબાઇલ ચોરી જેવા બનાવોમાં નાગરીકોની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ ના થાય અને પોલિસ સ્ટેશનના ધક્કા ના ખાવા પડે તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  તેમજ ફરિયાદ લખાવ્યા બાદ 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરીને ખાતરી કરશે, અને  તેની ફરિયાદીને એસએમએસથી જાણ કરવામાં આવશે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

ગુજરાતના  પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમના લોકાપર્ણ કાર્યક્રમ બાદના સંબોધનમાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દ્રૌપદી મુર્મુની ભારતના રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણીને “ઐતિહાસિક ઘટના” ગણાવી હતી અને કહ્યું હતું કે તેમની જીત એ લોકોને જવાબ છે જેઓ માત્ર આદિવાસીઓના સશક્તિકરણની વાત કરે છે, પરંતુ સમુદાયોમાં વિભાજન કરે છે.તેમણે કહ્યું કે આદિવાસીઓનું સશક્તિકરણ તેની વાત કરીને નહીં, પરંતુ આવા નક્કર પરિણામો અને સ્થાન દ્વારા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત શાહે ઉમેર્યું હતું કે તેવો આદિવાસી સંથાલ સમુદાય સાથે જોડાયેલા છે અને ખૂબ જ પછાત પ્રદેશમાંથી આવતા વ્યક્તિનું દેશના ટોચના પદ બિરાજમાન છે એ લોકશાહીની મોટી જીત છે.

Published On - 6:39 pm, Sat, 23 July 22

Next Article