ગાંધીનગર-અમદાવાદ-મુંબઇ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન થઇ શરુ, જાણો કેટલા વાગે ઉપડશે ટ્રેન અને કેટલા હશે ટિકિટના ભાવ

|

Sep 30, 2022 | 1:58 PM

PM નરેન્દ્ર મોદીએ શુક્રવાર 30 સપ્ટેમ્બરના રોજ સવારે 10.30 વાગ્યે ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેનની નિયમિત સેવા 1લી ઓક્ટોબર 2022થી મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી શરૂ થશે.

ગાંધીનગર-અમદાવાદ-મુંબઇ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન થઇ શરુ, જાણો કેટલા વાગે ઉપડશે ટ્રેન અને કેટલા હશે ટિકિટના ભાવ
જાણો વંદે ભારત ટ્રેનનો સમય અને ટિકિટના દર

Follow us on

જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની (Vande Bharat Express Train) ગાંધીનગર-અમદાવાદ-મુંબઇ રુટ પર શરુઆત થઇ છે. આ સેમી હાઇ સ્પીડ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે લીલી ઝંડી બતાવી છે. PM મોદીએ સવારે 10.30 વાગ્યે ગાંધીનગરથી (Gandhinagar) પ્રથમ ફેરીને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેનની નિયમિત સેવા 1લી ઓક્ટોબર 2022થી મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી શરૂ થશે.

જાણો શું છે ટ્રેનનો સમય

વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાંધીનગરથી 14.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 19.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેનમાં મુસાફરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ આપવામાં આવશે. આ ટ્રેન સંપૂર્ણ એસી છે. આ સાથે સ્લાઈડિંગ ડોર, સીટ પર જ લાઈટ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટની સુવિધા થોડી વાંચવા માટે આપવામાં આવી છે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિશેષતા

વંદે ભારત એક્સપ્રેસની વિશેષતાની વાત કરવામાં આવે તો આ ટ્રેનમાં એટેન્ડન્ટ કોલ બટન, બાયો ટોયલેટ, ઓટોમેટિક ડોર, સીસીટીવી કેમેરા, રિક્લાઈનિંગ ફેસિલિટી અને આરામદાયક સીટોની સુવિધા રહેશે. રેલવે મંત્રાલયે મુંબઈ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે આ ટ્રેન રવિવાર સિવાય દરરોજ મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર જશે.

સસ્તો થયો દારુ ! અમેરિકાની 'Bourbon Whisky' પર ભારત સરકારે ઘટાડ્યો 50% ટેક્સ
શરીરના 7 ચક્રોને જાગૃત કરવા શું કરવું?
શું તમે તાંબાના વાસણમાં પાણી પીવો છો? આ 5 ભૂલો ન કરો,નહીં તો થશે નુકસાન
ઘરમાં વારંવાર નીકળતી કીડીઓને ભગાવવા અપનાવો આ 5 દેશી ઉપાય
ઘરના મંદિરમાં પૂજા કરતી વખતે ઘંટડી કયા હાથથી વગાડવી જોઈએ?
EX તારા સાથે 4 વર્ષ કર્યો ટાઈમપાસ! પત્ની સામે આ શું બોલી ગયો આદર જૈન-Video

તે ક્યાંથી ક્યારે નીકળશે, કેટલા સમયમાં પહોંચશે?

આ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે 6.20 વાગ્યે ઉપડશે અને બપોરે 12.30 વાગ્યે ગાંધીનગર પહોંચશે. તે ગાંધીનગરથી 14.05 કલાકે ઉપડશે અને 19.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. રવિવાર સિવાય અઠવાડિયાના દરેક દિવસે તેની મુસાફરી કરી શકાય છે.

શું રહેશે ટિકિટની કિંમત ?

ચેર કારમાં મુંબઈથી સુરત (કેટરિંગ ચાર્જ સિવાય)નું ભાડું 690 રૂપિયા હશે. મુંબઈ સેન્ટ્રલથી વડોદરાનું ભાડું 900 રૂપિયા રહેશે. મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ માટે 1060 રૂપિયા ચૂકવવા પડશે. મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર માટે 1115 રૂપિયાનો ખર્ચ ચૂકવવો પડશે. જો એક્ઝિક્યુટિવ ક્લાસની વાત કરીએ તો ખાણી-પીણીના ચાર્જને બાદ કરતાં મુંબઈથી સુરતનું ભાડું રૂ. 1385, મુંબઈ સેન્ટ્રલથી વડોદરા રૂ. 1805, મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ રૂ. 2120 અને મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગરનું ભાડું રૂ. 2260 છે. આજે પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીને વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે લોકો તેમાં બેસીને મુસાફરીના અનુભવની રાહ જોઈ રહ્યા છે.   ટ્રેનની નિયમિત સેવા 1લી ઓક્ટોબર 2022થી મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી શરૂ થશે.

Published On - 1:43 pm, Fri, 30 September 22