Gandhinagar: કેબિનેટની બેઠક બાદ ખેડૂતોને રાહત મળે તેવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપ્યા સંકેત

|

Oct 17, 2022 | 9:45 PM

કેબિનેટ બાદ રાજ્ય સરકાર તાજેતરમાં ભારે વરસાદથી જે-જે ખેડૂતોને નુકસાન થયું છે, તેઓની માટે રૂ. 600 કરોડના પેકેજની જાહેરાત કરી શકે છે. મુખ્યપ્રધાન પાસે પાક નુક્સાનીના વળતર અંગેનો પ્રસ્તાવ પહોંચી ચૂક્યો છે અને શક્ય છે કે ગણતરીના કલાકોમાં નુક્સાની ભોગવી રહેલા ખેડૂતોનો મોટી રાહત મળે તેમ છે

Gandhinagar: કેબિનેટની બેઠક બાદ ખેડૂતોને રાહત મળે તેવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપ્યા સંકેત
Agriculture Minister Raghavji Patel
Image Credit source: File Image

Follow us on

અતિવૃષ્ટી અને કમોસમી વરસાદના (Rain) કારણે રાજ્યના અનેક વિસ્તારોના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વખત આવ્યો હતો. હજારો હેક્ટરમાં પાક નિષ્ફળ ગયા હતા તો જમીનને પણ મોટાપાયે નુક્સાન થયું હતું. આ સ્થિતિ બાદ જગતનો તાત સતત વળતરની માગ કરી રહ્યો હતો. ત્યારે હવે લાગે છે કે આખરે જગતના તાતની પરેશાનીનો અંત આવવા જઈ રહ્યો છે. દિવાળી પહેલા સરકાર ખેડૂતોને (Farmer) રાહતની ભેટ આપે તેવી શક્યતા છે અને આ વાતના સંકેત આપ્યા છે ખુદ રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે  (Raghavji Patel).

દિવાળીનો (Diwali 2022) તહેવાર માથે અને સાથો સાથ વિધાનસભા ચૂંટણી નજીક આવી ગઈ છે, ત્યારે એવી આશા છે કે દિવાળી અને ચૂંટણી પહેલા ખેડૂતોને મોટી રાહત મળતા સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર બીજા કોઈ નહીં પણ પાક નુક્સાનીના વળતરના છે.  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકાર ખેડૂતો માટે પેકેજ જાહેર કરી શકે છે. અતિવૃષ્ટીમાં થયેલા નુકસાનના વળતર પેટે ખેડૂતોને રૂ. 600 કરોડથી વધુનું પેકેજ ચૂકવાશે.

કેબિનેટ બાદ રાજ્ય સરકાર તાજેતરમાં ભારે વરસાદથી જે-જે ખેડૂતોને નુકસાન થયું છે, તેઓની માટે રૂ. 600 કરોડના પેકેજની જાહેરાત કરી શકે છે. મુખ્યપ્રધાન પાસે પાક નુક્સાનીના વળતર અંગેનો પ્રસ્તાવ પહોંચી ચૂક્યો છે અને શક્ય છે કે ગણતરીના કલાકોમાં નુક્સાની ભોગવી રહેલા ખેડૂતોને મોટી રાહત મળે તેમ છે. નોંધનીય છે કે ખેડૂતોને (Farmers) થયેલા નુકસાનને લઈને 1100 કરોડ રુપિયાથી વધુનું રાહત પેકેજ પ્રપોઝ કરવામાં આવ્યું છે. જો કે તેની સામે સરકાર 600 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કરે તેવી સંભાવના છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ખેડૂતોને થયેલા નુકસાનને લઈને 1100 કરોડ રુપિયાથી વધુનું રાહત પેકેજ પ્રપોઝ કરવામાં આવ્યુ છે. જો કે તેની સામે સરકાર 600 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કરે તેવી સંભાવના છે. ચૂંટણી પહેલા કેબિનેટની બેઠકમાં આ જાહેરાત થવાની શક્યતા છે. આ પહેલા જે સર્વે કરવામાં આવ્યો હતો તે સર્વેના રિપોર્ટમાં વરસાદના કારણે રાજ્યના 11 જિલ્લા સૌથી વધુ અસરગ્રસ્ત થયા હોવાની માહિતી છે. આ જિલ્લાની વાત કરવામાં આવે તો છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, કચ્છ, ખેડા, આણંદમાં વ્યાપક નુકસાન થયું હતું. એટલે કે 11 જિલ્લાના 43 તાલુકા અને 3115 જેટલા ગામોમાં વરસાદની અસરથી પાકને નુકસાન થયુ છે.

Next Article