બે મહિના બાદ ફરી ગ્રેડ પેનું ભૂત ધૂણ્યું, જાણો શું છે આંદોલન પાછળનું કારણ

|

Jan 07, 2022 | 6:29 PM

ગત ઓક્ટોબર મહિનામાં ગ્રેડ પે મુદ્દે પોલીસ પરિવારોએ આંદોલન કર્યું હતું, જેના પગલે એક સમિતીની રચના કરાઈ હતી, પણ હજુ સુધી આ દિશામાં કોઈ ચોક્કસ કાર્યવાહી ન થતાં ફરી મહિલાઓ રસ્તા પર ઊતરી.

બે મહિના બાદ ફરી ગ્રેડ પેનું ભૂત ધૂણ્યું, જાણો શું છે આંદોલન પાછળનું કારણ
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી જઈ રહેલા પોલીસ પરિવારની મહિલાઓની અટકાયત કરાઈ

Follow us on

ગ્રેડ પે (Grade Pay) બાબતે ફરી આંદોલન (movement) શરૂ થયું છે. ગાંધીનગર (Gandhinagar) માં બપોરે પોલીસ (Police) કર્વાર્ટસ ખાતે પોલીસ પરિવારની મહિલાઓ (Police family women) એકઠી થઇ ગઇ હતી અને આંદોલન કરવા માટે સત્યાગ્રહ છાવણી (Satyagraha Chhavni) તરફ કૂચ કરી હતી. જોકે પોલીસે તેમનો રસ્તામાં જ આટકાવી દીધી હતી. મહિલાઓએ આઈજી કચેરી (I.G. office) પાસે ધરણાં શરૂ કરી દેતાં પોલીસે બળજબરી પૂર્વક તેની અટકાયત કરી હતી.

ગત ઓક્ટોબર મહિનામાં 27 તારીખ સુધી ચાલેલાં ત્રણ દિવસના ગ્રેડ પે આંદોલન (Grade pay movement) બાદ પોલીસ પરિવારો સાથે સમાધાન કરી સમિતીની રચના કરવામાં આવી હતી. આ સમયે આંદોલન માકૂફ રખાયું હતું પણ બે મહિનાથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં કોઈ નિર્ણય ન લેવાંતાં પોલીસ પરિવારની મહિલાઓ ફરી આંદોલનના માર્ગે આગળ વધી છે. પોલીસ પરિવારની મહિલાઓએ રાજ્યના તમામ પોલીસ પરિવારની મહિલા અને પરિવારજનોને ગ્રેડ પે મુદ્દે આગળ આવી લડત આપવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પોલીસ ગ્રેડ પે મામલે બે મહિના અગાઉ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે રાજયભરમાંથી પોલીસ પરિવારો દ્વારા બાળકો સાથે પહોંચી આંદોલન કરાયું હતું. જેમાં 15 માંગણીઓ પોલીસ પરિવારો દ્વારા કરવામાં આવી હતી. જેમાં મુજબ ગુજરાત રાજયના એ.એસ.આઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલનાં ગ્રેડ પે વધારવા, ગુજરાત રાજયના પોલીસ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલીક વધારો કરવા, પોલીસ કર્મચારીઓની ફરજનો સમય સુનિશ્ચિત કરવા અને આઠ કલાકથી વધુ સમયથી વધારે નોકરીમાં માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તે સહિતની માગણીઓનો સમાવેશ થાય છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

રાજય સરકારે તે સમયે આઈજીપી બ્રિજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં સમિતીની રચના કરી હતી. આ સમિતીએ ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળ્યા હતા. જોતે હજુ સુધી પડતર માંગણીઓ સંદર્ભે કોઈ નિર્ણય નહીં લેવામાં આવતા આજે ફરી વખત ગાંધીનગરમાં પોલીસની મહિલાઓએ આંદોલન શરૂ કરી દીધું છે. આંદોલનના પગલે સવારથી જ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

અત્યારે કઈ રીતે ગ્રેડ પે મળે છે?
વર્ગ-3 નાં પોલીસકર્મીઓને શરૂઆતના પાંચ વર્ષ માટે માસિક રૂ. 20 હજાર ફિક્સ પગાર મળે છે. ત્યારબાદ કોન્સ્ટેબલને 1800 ના ગ્રેડ પે પ્રમાણે લગભગ 19,500 રૂપિયા જેટલો પગાર મળે છે. જેમાં 784 રૂપિયા DA એટલે કે ડિયરનેસ એલાઉન્સ, 300 રૂપિયા મેડિકલ એલાઉન્સ, 20 રૂપિયા સાયકલ અલાઉન્સ, 25 રૂપિયા વોશિંગ એલાઉન્સ અને 60 રૂપિયા અન્ય એલાઉન્સ છે. આ જ રીતે હેડ કોન્સ્ટેબલનો ગ્રેડ પે રૂ. 2 હજાર છે, આ પ્રમાણે તેમને માસિક પગાર રૂ. 24 હજાર મળે છે. જ્યારે ASIને ગ્રેડ પે રૂ. 2400 છે, જે મુજબ તેને માસિક પગાર રૂપિયા 29 થી 30 હજાર મળે છે.

કયા પોલીસકર્મીને કેટલા ગ્રેડ પેની માગણી?
કોન્સ્ટેબલોની માગ છે કે, તેમને ગ્રેડ પે 2800 મળવો જોઈએ, આ શક્ય બને તો પગાર વધીને 30 હજારથી વધી જાય. આ જ પ્રમાણે હેડ કોન્સ્ટેબલોની 3600 ના ગ્રેડ પેની છે. તો તેમનો પગાર 35 હજારથી વધી જાય. જ્યારે ASIના ગ્રેડ પેની માગ 4200 ની છે. આ શક્ય બને તો તેનો પગાર ૪૫ હજાર આસપાસ થાય. જો સરકાર આ માગ પૂરી કરે તો દરેક કર્મચારીનો પગાર લગભગ દોઢો થઈ જાય.

આ આંદોલન શરૂ થવાનું કારણ શું?
એસટી નિગમના કર્મચારીઓના પગારમાં વધારો કરાયા બાદ આ આંદોલન શરૂ થયું હતું. પોલીસકર્મીઓનું કહેવું છે કે, જો એસટીના કર્મચારીઓનો ગ્રેડ પે વધતો હોય તો તેમનો કેમ ના વધે? આ આંદોલન સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી શરૂ થયું હતું. પોલીસકર્મીઓ આંદોલન કરી શકતાં નથી એટલે તેમના વતી તેમના પરિવારજનોએ બાજી સંભાળી છે. જેમાં તેમના સગા સંબંધીઓ પણ સામેલ થયા છે.

આ પણ વાંચોઃ GANDHINAGAR : સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમની શરૂઆત, આ કચેરીએ જાહેર કર્યો પરિપત્ર

આ પણ વાંચોઃ SURAT : CORONA વાયરસના કેસો વધતા સુરતમાં લોકડાઉન લાગશે કે આંશિક લોકડાઉન?

Published On - 6:20 pm, Fri, 7 January 22

Next Article