Gandhinagar : સહકાર પ્રધાન જગદિશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સંસદસભ્ય અને ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની મળી બેઠક, સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ બાબતે થઈ ચર્ચા

|

May 23, 2023 | 8:26 PM

Gandhinagar: સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી તથા પ્રોટોકોલને લગતી બાબતોના રાજ્યકક્ષાના મંત્રી જગદિશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સંસદસભ્યો અને ધારાસભ્યોની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમા સહકાર, પ્રોટોકલ, છાપકામ, મીઠા ઉદ્યોગ અને લેખન સમાગ્રીને લગતી બાબતો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.

Gandhinagar : સહકાર પ્રધાન જગદિશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સંસદસભ્ય અને ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની મળી બેઠક, સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ બાબતે થઈ ચર્ચા

Follow us on

સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી તથા પ્રોટોકોલને લગતી બાબતોના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને સંસદસભ્યશ્રીઓ તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક આજે ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સહકાર, પ્રોટોકલ, છાપકામ અને લેખન સામગ્રી તથા મીઠા ઉદ્યોગ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યાં હતાં, જેમાં સંબંધિત વિભાગની કામગીરીની વિસ્તૃત વિગતો રજૂ કરાઈ હતી, જેના અનુસંધાને દ્વિપક્ષીય હકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ તકે મંત્રી વિશ્વકર્માએ જણાવ્યુ કે પીએમ મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાત આગળ ધપાવી રહી છે. ગુજરાતના વિકાસને વેગવંતો બનાવવા સ્થાયી પરામર્શ સમિતિ જેવી બેઠકોનું યોગદાન ઘણુ મહત્વપૂર્ણ છે. જનતા જનાર્દનના પ્રાણ પ્રશ્નો ધારાસભ્યો રાજ્ય સરકાર સુધી પહોંચાડે છે. તેના આધારે જ રાજ્ય સરકાર તેમના પ્રશ્નોનો યોગ્ય નિકાલ લાવી શકે છે. આથી આ બેઠકમાં સૂચનો કરવા બદલ મંત્રીએ તમામ ધારાસભ્યોનો આભાર માન્યો હતો.

પરામર્શ સમિતિના સભ્ય સંસદ સભ્ય ધારાસભ્ય દ્વારા સંબંધિત વિભાગવાર જૂદી જૂદી રજૂઆતો કરવામાં આવી હતી. જેમા સહકારી મંડળીઓના અદ્યતન ડેટાબેઝ પોર્ટલ પર રજીસ્ટર કરવા, સરકારી યોજનાઓના ફોર્મ નાગરિકોને સુલભ થાય તેવી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા, સરકાર માન્ય નાણાં ધીરનાર દ્વારા ડિફોલ્ટના કિસ્સામાં દંડની રકમની મર્યાદા નક્કી કરવા, મીઠા ઉદ્યોગને પ્રોત્સાહન માટે પાકા રસ્તાઓનું રણ વિસ્તાર સુધી એક્સ્ટેન્શન કરવા, મીઠા ઉદ્યોગ અને ઘુડખર અભયારણ્ય વચ્ચે તાદાત્મય જળવાઈ રહે તે રીતે વન વિભાગ સાથે સંકલન કરવા સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા-રજૂઆતો કરવામાં આવી હતી. સંસદ સભ્ય રામ મોકરીયા દ્વારા પર્યાવરણના જતન માટે સહકારી ગોડાઉનના કેમ્પસમાં વૃક્ષોના વાવેતર-ઉછેર અંગે સૂચનો કરવામાં આવ્યાં હતા.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

સંસદસભ્યો તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠકમાં આમંત્રિત સભ્ય તરીકે સંસદસભ્ય રામભાઈ મોકરીયા અને રતનસિંહ રાઠોડ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, દસાડાના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, સુરત(પૂર્વ)ના ધારાસભ્ય અરવિંદ રાણા, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ સહિતના ધારાસભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારની વિવિધ રજૂઆતો અન્વયે વિચાર-વિમર્શ કર્યો હતો.

આ પણ વાંચો : Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામોને આપી મંજૂરી

આ બેઠકમાં કુટિર અને ગ્રામોદ્યોગના સચિવ પી. કે. સોલંકી, સહકાર સચિવ કે. એમ. ભીમજીયાણી, પ્રોટોકોલના અધિક સચિવ જ્વલંત ત્રિવેદી, લેખન અને છાપકામના નાયબ સચિવ ભાવિતા રાઠોડ અને નિયામક વી. એમ. રાઠોડ, સહકાર ખાતાના રજીસ્ટ્રાર ડી. એ. શાહ, મીઠા ઉદ્યોગના નાયબ સચિવ જે. બી. પટેલ અને ડેપ્યુટી ઇન્ડસ્ટ્રીયલ કમિશનર એસ. બી પારેજીયા, તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article