Gandhinagar: સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી ઉચ્ચસ્તરીય બેઠક

|

Apr 03, 2023 | 6:59 PM

Gandhinagar: સૌરાષ્ટ્ર-તામિલ સંગમનું આયોજન માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન થયું હતું, જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કુટિર ઉધોગ મંત્રી જગદિશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ ઉપસ્થિત હાજર રહ્યા હતા.

Gandhinagar: સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી ઉચ્ચસ્તરીય બેઠક

Follow us on

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા સૌરાષ્ટ્ર તમિલ સંગમના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં આયોજિત ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, સદીઓ પહેલા પોતાના વતન-સૌરાષ્ટ્રથી હિજરત કરીને તામિલનાડુમાં વસેલા સૌરાષ્ટ્રવાસીઓના સમુદાયે પોતાની મૂળ માતૃભૂમિ સાથે જોડાયેલા રહીને સાંસ્કૃતિક ઐક્ય, રાષ્ટ્રીય એકાત્મતા અને ભાવાત્મક એકતાનું વિરલ દ્રષ્ટાંત પુરૂં પાડયું છે.

મુખ્યમંત્રી સહિત અન્ય નેતા હાજર રહ્યા

મુખ્યમંત્રીની આગેવાનીમાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સાથે સંકલનમાં રહીને વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા સૌરાષ્ટ્ર તમિલ સંગમને એક ભારત શ્રેષ્ઠ ભારતના મહાસંગમ તરીકે ઉજવવાનું સમયબદ્ધ અને વિસ્તૃત આયોજન કર્યુ છે. આ સમગ્ર આયોજનની ઝીણવટપૂર્વક ચર્ચા-વિચારણા અને સુદ્રઢ આયોજન માટે મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કુટિર ઉદ્યોગ મંત્રી જગદિશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ ઉપસ્થિત હાજર રહ્યા હતા.

વિવિધ રમતોનું પણ આયોજન

તા.17થી 30 એપ્રિલ દરમ્યાન સોમનાથ તીર્થક્ષેત્રમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. તેમાં સહભાગી થવા અને ભગવાન સોમનાથ સહિત દ્વારિકાધીશના દર્શનનો લાભ લેવા મદુરાઇથી તા.14 એપ્રિલથી વિશેષ ટ્રેનની શરૂઆત થશે. જેમાં અંદાજે 250 થી 300 વ્યક્તિઓની એક-એક બેચ ગુજરાત આવશે. સોમનાથ આવનારા સૌ યાત્રિકો માટે સોમનાથના સમુદ્રકિનારે વિવિધ રમતોનું પણ આયોજન થવાનુ્ં છે. જેમાં ખાસ કરીને કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ જેવી મનોરંજક અને પારંપારિક રમતોનું પણ આયોજન કર્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો: એપ્રિલથી સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન, તમિલનાડુ હિજરત કરી ગયેલા સૌરાષ્ટ્રના અનેક તમિલો રહેશે ઉપસ્થિત

વૈચારિક આદાન-પ્રદાન થશે

રાજ્ય સરકારના શિક્ષણ, ઉદ્યોગ, યુવાપ્રવૃત્તિ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા થીમ સેમિનાર યોજીને ગુજરાતની આ બધા જ ક્ષેત્રોની સર્વાંગી વિકાસ યાત્રાથી સૌરાષ્ટ્ર-તામિલ સંગમમાં સહભાગી પ્રવાસીઓને માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત યુવા ખેલાડીઓ,ઉધોગ વેપાર જગત સાથે સંકળાયેલા વ્યવસાયિકો,શિક્ષકો, વિદ્યાર્થીઓ સાથે સંબંધિત વિષયો પર પરસ્પર ચર્ચાઓ અને વૈચારિક આદાન-પ્રદાન પણ કરાશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article