24 સપ્ટેમ્બર 2002 ના રોજ આશરે 4:45 કલાકે, અક્ષરધામ મંદિર સંકુલના ગેટ 3 પર એક સફેદ એમ્બેસેડરમાંથી 20 થી 25 વર્ષની વયના બે આતંકવાદીઓ ઓટોમેટિક હથિયારો, બોમ્બ અને જેકેટ્સ સાથે ઉતાર્યા હતા અને અક્ષરધામ મંદિર પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. ત્યારે સ્વયંસેવકોએ સુરક્ષા તપાસ માટે સશસ્ત્ર આતંકવાદીઓને રોક્યા. જે બાદ સમગ્ર ઘટનાનું પ્રાથમિક ચરણની શરૂઆત થઈ હતી.
મંદિરમાં પ્રવેશ કરી આતંકવાદીઓ 7 ફૂટ ઉંચી વાડ પર કૂદી ગયા અને તેમની બંદૂકો દ્વારા ગોળીબાર કરવાનું શરૂ કર્યું. આ ઘાટના બનતા હુમલાની 10-15 મિનિટમાં પોલીસ સુરક્ષા ગાર્ડ અને કમાન્ડો (NSG) પરિસરમાં પહોંચી ગયા હતા. પોલીસ અને કમાન્ડોએ મંદિરમાં આવેલા દર્શનાર્થીઓને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. મહત્વનું છે કે, આ ઘટનામાં ઇજા પામેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં પણ મદદે આવ્યા હતા.
આ ઘટનાને લઈ જે તે સમયના ઓપરેશન ઇન્ચાર્જ કર્નલ તુષાર જોશીએ ત્યાંની પરિસ્થતિ અંગે જણાવતા કહ્યું હતું કે, આ એટેકમાં તેમને અને તેમના સાથીઓને ઘણી ઇજાઓ પહોંચી હતી. તેમણે કહ્યું ચાલુ લડાઈમાં અમે અમારી ટીમ સાથે દીવાલની પાછળ હતા પરંતુ અમારી પાછળ પબ્લિક એરિયા હોવાથી અમે કોઈ કાર્યવાહી કરી શકાય તેમ નહોતા.
કર્નલે કહ્યું કે, આવા સમએ પરિસ્થતિ એવી હતી કે, અમે સિટીલાઇટ એરિયા તરફ હતા અને આતંકીઓ મંદિરની અંદર હતી. મહત્વનું છે આવી પરિસ્થતિમાં અમારે ફાયરિંગ કરવા પહેલા વિચારવું પડે તેવી પરિસ્થિતિ હતી કારણકે, આતંકીઓ બહારની બાજુ અંધાધૂંધ ફાયરિંગ કરતાં હતા. પણ અમારે મંદિરની અંદર રહેલા લોકોના જીવની ચિંતા પણ કરવાની હતી જેથી અમે ફાયરિંગ પણ કરી શક્યા નહીં હતા.
આતંકીઓના ફાયરિંગ અને બોમ્બ બ્લાસ્ટ વચ્ચે ભારતીય આર્મીએ કેવી રાતે આ ઓપરેશન પાર પાડ્યું તેની વાત કર્નલે કરી ત્યારના સમયની પરિસ્થિતિ અંગે પણ તેમણે જણાવ્યું જેમાં પોતાના સાથીઓ (NSG)સાથે કઈ રીતે લોકોનો જીવ બચાવ્યો કેવી કેવી ગોળીઓ વાગી તે તમમાં વાત અહી નીચે આપેલ વિડિયોમાં તેમણે વર્ણન કર્યું છે.
આ પણ વાંચો : પ્રયાગરાજમાં જાહેરમાં બોમ્બ ધડાકા, બીજેપી નેતાની કારમાં બોમ્બ મૂકીને આરોપી ભાગ્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ Video