રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રુ. 91 કરોડ મંજૂર :કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

|

Feb 03, 2022 | 10:02 PM

કાયદા મંત્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં અત્યાધુનિક અને દરેક સુવિધાથી સજ્જ જિલ્લા કોર્ટ,તાલુકા કોર્ટ અને ફેમીલી કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ પામે તથા ન્યાયિક અધિકારીના રહેણાંકો માટે ક્વાર્ટર બની રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં રૂ. 91 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રુ. 91 કરોડ મંજૂર :કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (ફાઇલ)

Follow us on

કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ (Law Minister Rajendra Trivedi) જણાવ્યું છે કે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે.ત્યારે નાગરિકોને ઘરઆંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહે એ માટે ન્યાયતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે મકકમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે. જેના ભાગરૂપે રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ (Court Construction) માટે રુ. 91 કરોડની (Rupee Allocation)વહીવટી મંજૂરી રાજય સરકારે આપી છે.

કાયદા મંત્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં અત્યાધુનિક અને દરેક સુવિધાથી સજ્જ જિલ્લા કોર્ટ,તાલુકા કોર્ટ અને ફેમીલી કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ પામે તથા ન્યાયિક અધિકારીના રહેણાંકો માટે ક્વાર્ટર બની રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં રૂ. 91 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

હિંમતનગર જિલ્લા ન્યાયાલયના બિલ્ડીંગના બાંધકામ માટે રુ. 60 કરોડ અને થરાદ નવીન તાલુકા કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂ. 12 કરોડની વહીવટી મંજૂરી

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મંત્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકારે સ્પીડી જસ્ટીસ ડિલિવરી સીસ્ટમ્સના મહત્વના પરિબળ એવા એટલે કે કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટેની જરૂરિયાતોને અગ્રીમતા આપી છે. તેના ભાગરૂપે હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના ન્યાયાલયના નવા કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે રૂ. 60,33,50,000/- અને થરાદ ખાતે નવી તાલુકા કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂ 12,33,50,000  મળી કુલ રૂ. 72,67,00,000 / ની વહીવટી મંજૂરી આપી પ્રજાલક્ષી અભિગમ અપનાવ્યો છે. આ કોર્ટ બિલ્ડિંગ અત્ય આધુનિક સુવિધાઓથી સજ્જ થતા નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે તથા તે જગ્યાએ કાર્યરત કર્મચારી/અધિકારીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થશે.

જ્યૂડીશીયલ ઓફીસરોના 10 રહેણાક મકાનો માટે રૂ. 6 કરોડ તથા સ્ટાફ માટે 31 રહેણાક મકાન માટે રૂ. 8 કરોડની વહીવટી મંજૂરી

મંત્રીએ ઉમેર્યુ કે રાજ્ય સરકાર દ્વારા ન્યાયતંત્ર સાથે જોડાયેલ ન્યાયાધિશો અને કર્મચારીઓને કામ કરવાની જગ્યા એટલેકે કોર્ટ બિલ્ડિંગને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કર્યા છે. તેની સાથે સાથે ન્યાયાધિશો તથા સ્ટાફને રહેઠાણની સુવિધા પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા માળખાકીય સુવિધામાં વધારો થાય એ આશયથી જ્યૂડીશીયલ ઓફીસરો માટે 10 રહેણાકના મકાનો નિર્માણ કરાશે એ માટે કુલ રૂ. 6.73 કરોડની તથા સ્ટાફ માટેના કુલ 31 રહેણાકના મકાનોના નિર્માણ માટે રૂ. 8 કરોડની વહીવટી મંજૂરી આપી છે.

દિવ્યાંગ વ્યક્તિ કોર્ટમા સુગમતાથી પ્રવેશ કરી શકે તેનો યોગ્ય વ્યવસ્થા માટે રૂ. 51 લાખની વહીવટી મંજૂરી

તેમણે ઉમેર્યુ કે દિવ્યાંગો માટે વડાપ્રધાનના એક આગવા અભિગમને આગળ વધારતા રાજ્યની કલોલ, દહેગામ, માલપુર, ઈડર, તલોદ, ભીલોડા ખાતેની અદાલતોમાં દિવ્યાંગ વ્યક્તિ સુગમતાથી પ્રવેશ કરી શકે અને એમના માટે વ્યવસ્થાઓ ઉભી કરવા માટે રાજ્ય સરકારે રૂ. 51,67,500 ની વહીવટી મંજૂરી આપી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નામ.વડી અદાલતના ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધામાં વધારો કરવા માટે રૂ. 3,44,27,200 /ની વહીવટી મંજૂરી પણ આપવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યુ છે.

આ પણ વાંચો : Surat : ડિજિટલાઇઝેશનના જમાનામાં પણ લોકો ઓનલાઈન નહિ લાઈનમાં ઉભા રહેવા મજબુર, ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવવા લાંબી કતાર

આ પણ વાંચો : The statue of Equality : કેવી રીતે આવ્યો આ ભવ્ય મૂર્તિ બનાવવાનો વિચાર ? શું છે મૂર્તિ સાથે 9ના આંકનો સંયોગ ?

Next Article